મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

ભારતીય સેનામાં ઓફિસરની નોકરી મેળવવાની સુવર્ણ તક, તમારી પાસે આ ડિગ્રી છે તો આજે જ ભરી લો ફોર્મ

જો તમે ભારતીય સેનામાં ઓફિસર બનવાની ઈચ્છા ધરાવો છો, તો તમારી પાસે સુવર્ણ તક છે. સેનાએ ભરતી માટે જાહેરનામું બહાર

ભારતીય સેનામાં ઓફિસરની નોકરી મેળવવાની સુવર્ણ તક, તમારી પાસે આ ડિગ્રી છે તો આજે જ ભરી લો ફોર્મ

જો તમે ભારતીય સેનામાં ઓફિસર બનવાની ઈચ્છા ધરાવો છો, તો તમારી પાસે સુવર્ણ તક છે. સેનાએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતીય સેનામાં 140મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-140) હેઠળ ભરતી બહાર આવી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અહીં અમે તમને ભરતી સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ વિગતો જણાવવા જઈ રહ્યા છીએ.

અરજીની પ્રક્રિયા કેટલો સમય ચાલશે?

આ પોસ્ટ્સ પર નોકરી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો 9 મે 2024ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.

આટલી જગ્યાઓ પર ભરતી થશે

આ ભરતી અભિયાનમાં ભારતીય સેના દ્વારા કુલ 30 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. જેમાં સિવિલની 7 જગ્યાઓ, કોમ્પ્યુટર સાયન્સની 7 જગ્યાઓ, ઈલેક્ટ્રીકલની 3 જગ્યાઓ, ઈલેક્ટ્રોનિક્સની 4 જગ્યાઓ, મિકેનિકલની 7 અને અન્ય એન્જિનીયરીંગ સ્ટ્રીમની 2 જગ્યાઓનો સમાવેશ થાય છે.

વય મર્યાદા

સત્તાવાર સૂચના અનુસાર, ભારતીય સેના ભરતી 2024 હેઠળ અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 20 વર્ષ હોવી જોઈએ, જ્યારે મહત્તમ વય મર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અરજી માટે જરૂરી લાયકાત

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા કોલેજમાંથી સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.

આ રીતે થશે સિલેક્શન

ભારતીય સેના ભરતી 2024 હેઠળ, ઉમેદવારોની પસંદગી SSB ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આમાં, શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને કટઓફ ટકાવારીના આધારે ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો