મુખ્ય સામગ્રી પર જાઓ
કારકિર્દી

બેંક ઓફ બરોડામાં 600થી વધુ જગ્યાઓ પર કરાશે ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ

બેંકોમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ વિવિધ જગ્યાઓ પર ભરતી

બેંક ઓફ બરોડામાં 600થી વધુ જગ્યાઓ પર કરાશે ભરતી, આ તારીખ પહેલા ભરી લો ફોર્મ

બેંકોમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઈટ Bankofbaroda.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2024 છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 627 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા વગેરે વિશે વિગતવાર જાણી લો.

શૈક્ષણિક લાયકાત 

આ માટે ભરતીમાં અરજી કરવા માટે અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે, તમે વેબ્સાઈટ પર જઈને આ વિશે માહિતી મેળવી શકો છો.

વય મર્યાદા 

આ જગ્યાઓ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 24 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ હોવી જોઈએ. તે જ સમયે, અનામત ધરાવતા ઉમેદવારોને વય મર્યાદામાં વિશેષ છૂટ પણ આપવામાં આવી છે.

અરજી ફી

આ માટે તમામ કેટેગરીના ઉમેદવારો માટે અલગ-અલગ અરજી ફી નક્કી કરવામાં આવી છે.

  • જનરલ - રૂ. 600
  • OBC - રૂ. 600
  • EWS - રૂ. 600
  • SC - રૂ. 100
  • ST - રૂ. 100
  • દિવ્યાંગ - રૂ. 100
  • મહિલા - રૂ. 100

અરજી પ્રક્રિયા 

  • અરજી કરવા માટે, પહેલા Bankofbaroda.in પર જાઓ.
  • હોમ પેજ પર હાજર BOB ભરતી 2024 લિંક પર ક્લિક કરો.
  • ત્યાં બધી જરૂરી માહિતી ભરો.
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરો.
  • અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અરજી ફી ચૂકવો.
  • અરજી ફી ભર્યા બાદ, તમારા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

આ સમાચાર શેર કરો