ટૂંક સમયમાં 500 અબજ ડોલર પહોંચી જશે ઈલોન મસ્કની નેટવર્થ, જાણો ક્યાંથી આવી રહ્યા છે આટલા રૂપિયા
તાજેતરમાં જ ઈલોન મસ્કની નેટવર્થમાં તગડો ઉછાળ આવ્યો હતો અને તેમની કુલ નેટવર્થ 400 અબજ ડોલરને પાર પહોંચી ગઈ હતી, જેણે એ

તાજેતરમાં જ ઈલોન મસ્કની નેટવર્થમાં તગડો ઉછાળ આવ્યો હતો અને તેમની કુલ નેટવર્થ 400 અબજ ડોલરને પાર પહોંચી ગઈ હતી, જેણે એક નવો રેકોર્ડ બનાવી દીધો હતો. હવે ફરી એકવાર ઈલોન મસ્ક મોટો રેકોર્ડ બનાવવાની ખૂબ નજીક છે. ઈલોન મસ્કની નેટવર્થ ટૂંક સમયમાં વધીને 500 અબજ ડોલર થઈ શકે છે. હાલમાં ઈલોન મસ્કની નેટવર્થ 474 બિલિયન ડોલર છે. એક દિવસમાં તેની નેટવર્થમાં 19.2 બિલિયન ડોલરનો વધારો થયો છે.
આ પણ વાંચો: ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બંને $100 બિલિયન ક્લબમાંથી બહાર, જાણો કેમ?
એક વર્ષમાં ઈલોન મસ્કની નેટવર્થમાં જોરદાર ઉછાળ આવ્યો છે. તેણે માત્ર એક વર્ષમાં જ 245 અબજ ડોલરની કમાણી કરી લીધી છે. તેની કંપનીઓના શેરમાં શાનદાર તેજી આવવાના કારણે એક વર્ષ દરમિયાન તેણે તગડી કમાણી કરી લીધી છે.
બીજા નંબર પર આ અબજપતિ
વિશ્વમાં ઈલોન મસ્ક હાલમાં સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારબાદ જેફ બેઝોસ છે, જેની નેટવર્થ 251 અબજ ડોલર છે અને આ વર્ષે તેણે 74.5 અબજ ડોલરની કમાણી કરી છે. ત્રીજા નંબર પર માર્ક ઝકરબર્ગ છે, જેની નેટવર્થ આ વર્ષે અત્યાર સુધીમાં 92.6 અબજ ડોલર વધી છે અને હવે તેની નેટવર્થ 221 અબજ ડોલર છે. જે મસ્કની આ વર્ષની કમાણી કરતાં પણ ઓછી છે.
મસ્કની નેટવર્થમાં કેવી રીતે આવ્યો આટલો ઉછાળ
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. જ્યારે ટ્રમ્પ જીત્યા ત્યારે તેની કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા પ્રમાણે 5 નવેમ્બર 2024ના રોજ ઈલોન મસ્કની નેટવર્થ 264 અબજ ડોલર હતી. લગભગ 40 દિવસમાં જ મસ્કની નેટવર્થમાં 210 અબજ ડોલરનો ઉછાળ આવ્યો છે. આ વર્ષે તેની નેટવર્થમાં 107.1%નો ઉછાળ આવ્યો છે.
ક્યાંથી આવી રહ્યા છે ઈલોન મસ્ક પાસે આટલા રૂપિયા
મસ્ક ટેસ્લાનો લગભગ 13 ટકાનો માલિક છે. તેના શેર રોકેટની જેમ ભાગી રહ્યા છે. એક મહિનામાં 36 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. જેના કારણે તેની નેટવર્થમાં પણ વધારો થયો છે. મસ્ક સ્પેસએક્સમાં લગભગ 42 ટકનો માલિક છે. આ કંપની પણ કમાલ કરી રહી છે. આ ઉપરાંત તેની X કોર્પમાં લગભગ 79 ટકા હિસ્સાની માલિકી હોવાનો અંદાજ છે.








