દેશના સર્વોચ્ચ અધિકારીઓની કથિત મિલીભગત'નું 'કૌભાંડ'...: હિંડનબર્ગના ઘટસ્ફોટ પર કોંગ્રેસ સહિતના વિપક્ષના આક્રમક પ્રહાર
કોંગ્રેસે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબી ચેરપર્સન માધબી પુરી બુચ પર લગાવવામાં આવેલા આ

કોંગ્રેસે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબી ચેરપર્સન માધબી પુરી બુચ પર લગાવવામાં આવેલા આરોપોને વખોડી કાઢ્યા છે અને કહ્યું છે કે, ‘ચોકીદારની ચોકીદારી કોણ કરશે?’ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે હિંડનબર્ગ પોસ્ટને ટેગ કરતાં સોશિયલ મીડિયા મંચ ‘એક્સ’ પર લખ્યું હતું કે, સંસદને 12 ઓગસ્ટની સાંજ સુધી કામગીરી કરવા માટે સૂચન આપવામાં આવ્યું હતું, પરંતુ અચાનક 9 ઓગસ્ટની બપોરે તેને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. અમને હવે ખબર પડી કે, આમ કેમ કર્યું?
કોંગ્રેસે શનિવારે કેન્દ્ર સમત્ર અદાણી ગ્રુપની રેગ્યુલેટરી તપાસમાં હિતોના તમામ હિતોના સંઘર્ષને દૂર કરવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. વિપક્ષે કહ્યું હતું કે, 'દેશના સર્વોચ્ચ અધિકારીઓની કથિત મિલીભગત'નું 'કૌભાંડ' ઉકેલવા અને સંપૂર્ણ તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જરૂરી છે.
સેબી ચેરપર્સને આપણા પત્રોનો જવાબ આપ્યો નથીઃ પ્રિયંકા ચતુર્વેદી
સેબી ચેરપર્સન પર આરોપોને ધ્યાનમાં રાખતાં શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-યુબીટી)ની નેતા પ્રિયંકા ચતુર્વેદીએ શનિવારે જણાવ્યું હતું કે, હવે સ્પષ્ટ થયું છે કે, સેબીએ અદાણી ગ્રુપની કંપનીઓના રિપોર્ટ માગતાં તેમના પત્રોનો જવાબ કેમ નથી આપ્યો. ચતુર્વેદીએ ગતવર્ષે એપ્રિલમાં અદાણી ગ્રુપની કંપનીઓ વિરૂદ્ધ તપાસનો રિપોર્ટ માગ્યો હતો. શિવસેના યુબીટી પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું હતું કે, સવાલ એ છે કે, આ મામલાની તપાસ કોણ કરશે. જે રીતે સંસદ સત્ર પૂર્ણ થયું, તેનાથી તેમને લાગ્યું કે, કંઈક ગરબડ છે.
કોંગ્રેસ પક્ષે પોતાના નિવેદનમાં અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી અને સેબી ચેરપર્સન માધબી પુરી બુચ વચ્ચે 2022માં યોજાયેલી બે બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો છે. સેબીના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જ માધબી પુરી બુચે આ બેઠક કરી હતી.કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આ મામલે અપડેટમાં લખ્યું હતું કે, હવે સમજાઈ રહ્યું કે, સંસદનુ સત્ર કેમ વહેલાં પૂર્ણ કરી દેવામાં આવ્યું. સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. પરંતુ તેને વહેલું સમાપ્ત કરી દેવામાં આવ્યું છે.








