‘Today is your last working day’: સવારે 6 વાગ્યે આવ્યો Email અને નોકરી છીનવાઈ ગઈ

Oracleના અનેક કર્મચારીઓ માટે 14 સપ્ટેમ્બરનો દિવસ અચાનક ચોંકાવનારો બની ગયો. અહેવાલો અનુસાર, કર્મચારીઓને સવારે લગભગ 6 વાગ્યે Termination Email મળ્યો, જેમાં સીધી જ જાણ કરવામાં આવી હતી કે “Today is your last working day” એટલે કે આજનો દિવસ તેમનો છેલ્લો કામકાજનો દિવસ છે.
ઈમેલમાં કંપનીએ કર્મચારીઓને જણાવ્યું કે તેમના પદ (Role)ને વ્યાપક સંસ્થાકીય ફેરફાર (Organisational Change)ના ભાગરૂપે સમાપ્ત કરવામાં આવ્યું છે. જોકે, કોઈ ચોક્કસ કર્મચારીને શા માટે હટાવવામાં આવ્યો તેની વ્યક્તિગત કારણસર માહિતી આપવામાં આવી નહોતી. કંપનીએ માત્ર વર્તમાન Business Needsને નિર્ણયનું કારણ ગણાવ્યું હતું.
Severance Packageની પણ માહિતી
ઈમેલમાં જણાવાયું હતું કે અસરગ્રસ્ત કર્મચારીઓ કંપનીની Severance Planની શરતો અનુસાર પેકેજ મેળવવા માટે પાત્ર રહેશે. આ અંગેની વિગતો માટે Oracleના ઈમેલ પર DocuSign મારફતે અલગ સંદેશ મોકલવામાં આવશે.
કર્મચારીઓને તાત્કાલિક પોતાનું Personal Email Address આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું, જેથી તેમને Separation Documents અને FAQs સહિતની આગળની માહિતી મળી શકે.
Computer અને Email Access બંધ થશે
કંપનીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કર્મચારીઓના Computer, Email, Voicemail અને Filesનો Access ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે. સાથે જ Oracleની Confidential Information ડાઉનલોડ, કોપી અથવા પોતાના ઈમેલ પર મોકલવા પર પ્રતિબંધ હોવાનું યાદ અપાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે Oracle AI અને Cloud Infrastructureમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહી છે અને કંપનીમાં વ્યાપક Restructuring ચાલી રહ્યું હોવાના અહેવાલો છે. જોકે, Oracleએ આ તાજેતરના Layoff Roundમાં કેટલા કર્મચારીઓ પ્રભાવિત થયા તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. અહેવાલોમાં દર્શાવવામાં આવેલ ઈમેલને મીડિયા દ્વારા મળેલી માહિતીના આધારે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

