Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : "Those who lose their jobs due to AI should see it as an opportunity": Perplexity CEO's statement in discussion

"AIને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ"- Oracleમાં છટણી અંગે Perplexityના CEOનું નિવેદન ચર્ચામાં

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
"AIને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ"- Oracleમાં છટણી અંગે Perplexityના CEOનું નિવેદન ચર્ચામાં
સોર્સ : GSTV

Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. 

App Store

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે 'પરપ્લેક્સિટી' (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.