મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે આ આઇપીઓ, અહીં જાણો વિગતો

એનએસીડીસીએસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એસએમઈ આઇપીઓ ખૂલતા પહેલાથી જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. આ આઇપીઓ મંગળવારે (17

ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી રહ્યો છે આ આઇપીઓ, અહીં જાણો વિગતો

એનએસીડીસીએસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો એસએમઈ આઇપીઓ ખૂલતા પહેલાથી જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. આ આઇપીઓ મંગળવારે (17 ડિસેમ્બર) સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 19 ડિસેમ્બરે અરજીઓ માટે બંધ થશે. કંપનીનો હેતુ એસએમઈ આઇપીઓ દ્વારા રૂ. 10 કરોડ એકત્ર કરવાનો અને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર શેરનું લિસ્ટીંગ કરાવવાનો છે.

આ પણ વાંચો: શેરબજારના ઉતાર-ચઢાવે હાઈબ્રિડ ફંડને બનાવ્યું લોકપ્રિય, રોકાણકારો કરી રહ્યા છે ભારે રોકાણ

એનએસીડીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આઇપીઓનો ગ્રે માર્કટમાં ભાવ

ઈન્વેસ્ટરગેઈનના જણાવ્યા અનુસાર, એનએસીડીએસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઇપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી મંગળવાર (17 ડિસેમ્બર) સવારે 8 વાગ્યા સુધીમાં રૂ. 40 પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ સૂચવે છે કે પબ્લિક ઈશ્યુ રૂ. 75માં લિસ્ટ થઈ શકે છે, જે રૂ. 35ના આઇપીઓના પ્રાઈસ બેન્ડના ઉપલા લેવલ કરતાં 114.29 ટકા વધારે છે.

એનએસીડીએસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઇપીઓની વિગતો

એનએસીડીએસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આઇપીઓ 17 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 19 ડિસેમ્બરે બંધ થશે. એનએસીડીએસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઇપીઓની પ્રાઈસ બેન્ડ રૂ. 33થી રૂ. 35 નક્કી કરવામાં આવી છે જેની ફેસ વેલ્યુ રૂ. 10 પ્રતિ શેર છે.

એનએસીડીએસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઇપીઓની સાઈઝ

છૂટક રોકાણકારો એક જ લોટમાં ઓછામાં ઓછા 4,000 શેર માટે આઇપીઓમાં બિડ કરી શકે છે. આનાથી લઘુત્તમ રોકાણની રકમ રૂ. 1,40,000 થશે. રૂ. 10.01 કરોડનો આઇપીઓ 28.6 લાખ શેરનો સંપૂર્ણ ફ્રેશ ઈશ્યુ છે. આમાં વેચાણ માટે કોઈ પ્રસ્તાવ  નથી.

એનએસીડીએસી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઇપીઓના  શેર 24 ડિસેમ્બરે બીએસઈ એસએમઈ પર લિસ્ટ થવાનો પ્રસ્તાવ છે. શેર 23 ડિસેમ્બરે સફળ બિડર્સના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે અને તે જ દિવસે રિફંડની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો