ભારતીય રિઝર્વ બેન્કના ભંડારમાં સોનાનો આંક 510 ટનને પાર
ભારતીય રિઝર્વ બેન્ક તરફથી બહાર પાડવામાં આવેલ અહેવાલ પ્રમાણે 30 સપ્ટેમ્બર

ભારતીય રિઝર્વ બેન્ક તરફથી બહાર પાડવામાં આવેલ અહેવાલ પ્રમાણે 30 સપ્ટેમ્બરના અંતે તેમન ભંડારની હોલ્ડિંગમાં 60 ટકાનો વધારો થયો છે. જે માર્ચના અંતે 50 ટકા હતો. એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન સ્થાનિક સોનું હોલ્ડિંગ 100 ટનથી વધુ વધીને 510.46 ટન થયું હતું જે માર્ચના અંતે 408 ટન હતું, એમ રિઝર્વ બેન્કના ફોરેન એક્સચેન્જ રિઝર્વના સંચાલન અંગેના અર્ધવાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.
આ પણ વાંચો: 3.53 રૂપિયાના શેરે બનાવી દીધા કરોડપતિ, 66,92,535 ટકા રિટર્ન આપીને ભારતીય બજારમાં સૌથી મોંઘો સ્ટોક બન્યો
30 સપ્ટેમ્બર સુધીના ડેટા અનુસાર, રિઝર્વ બેન્ક પાસે કુલ 854.73 ટન સોનું હતું, જે તેના પાછલા નાણાકીય વર્ષના અંતે 822.19 ટન હતું. તેમાંથી 324.01 ટન બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ (બીઆઇએસ) પાસે અને 20.26 ટન સોનાની થાપણોમાં રાખવામાં આવ્યું હતું.
છેલ્લા 5 વર્ષમાં રિઝર્વ બેંક પાસે સોનાનો ભંડાર 618 ટનથી વધીને 854 ટન થયો છે. મૂલ્ય પ્રમાણે, વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો માર્ચ, 2024માં 8.15 ટકાથી વધીને સપ્ટેમ્બર, 2024માં 9.32 ટકા થયો છે.






