મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ડિસેમ્બર ત્રિમાસમાં TCSનો ચોખ્ખો નફો 12 ટકા વધીને 12380 કરોડ થયોઃ ડિવિડન્ડની કરી જાહેરાત

TATA ગ્રૂપની કંપની અને દેશની સૌથી મોટી IT સેવા પ્રદાતા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ ગુ

ડિસેમ્બર ત્રિમાસમાં TCSનો ચોખ્ખો નફો 12 ટકા વધીને 12380 કરોડ થયોઃ ડિવિડન્ડની કરી જાહેરાત

TATA ગ્રૂપની કંપની અને દેશની સૌથી મોટી IT સેવા પ્રદાતા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ ગુરુવારે (9 જાન્યુઆરી) ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા.

TCSએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 12 ટકા વધીને રૂ. 12,380 કરોડ થયો છે. અગાઉના નાણાકીય વર્ષ 2023-24ના સમાન ત્રિમાસિક ગાળામાં તે રૂ. 11,058 કરોડ હતો.

TCSએ જણાવ્યું હતું કે 2024-25ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આવક વધીને રૂ. 63,973 કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે તેમાં 5.6 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આઈટી કંપનીનો નફો રૂ. 60,583 કરોડ હતો.

જો કે, ટીસીએસના ત્રીજા ક્વાર્ટરના પરિણામો વિશ્લેષકોની અપેક્ષા કરતા ઓછા હતા. વિશ્લેષકોએ રૂ. 12,399 કરોડના નફાનો અંદાજ મૂક્યો હતો. ગુરુવારે (9 જાન્યુઆરી) ટીસીએસનો શેર બીએસઇ  પર 1.72 ટકા અથવા રૂ. 70.85 ઘટીને રૂ. 4036.65 પર બંધ થયો હતો.

તમને જણાવી દઈએ કે ટાટા ગ્રૂપની કંપની પહેલી મોટી આઈટી કંપની છે જેણે ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. HCL ટેક, વિપ્રો અને ઇન્ફોસિસ તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો આવતા અઠવાડિયે જાહેર કરશે.

આ પણ વાંચો: આ ચાર કારણોથી શેરબજાર ફરીથી ગગડ્યુંઃ સેન્સેક્સ 528 પોઇન્ટ તૂટ્યો અને નિફ્ટી 23527 પર બંધ

TCSના ત્રિમાસિક  પરિણામોની  હાઇલાઇટ્સ;

ચોખ્ખો નફોઃ રૂ. 12,380 કરોડ.

આવકઃ રૂ. 63,973 કરોડ.

કર્મચારીઓની સંખ્યા: 607,354

આ સમાચાર શેર કરો