દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન, દેશભરમાં શોકની લહેર
Ratan Tata no more : દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન બુધવારની સાં

Ratan Tata no more : દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન બુધવારની સાંજે થઈ ગયું. તેમણે મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી હતી. ટાટા સન્સના એન. ચંદ્રશેખરને કહ્યું કે, ખુબ દુઃખ સાથે રતન ટાટાને વિદાય આપી રહ્યા છીએ. તેમની વિરાસત આપણને પ્રેરિત કરે છે.
બુધવારે સાંજે તેમની તબિયત લથડવાના સમાચાર આવ્યા હતા. જેના કેટલાક કલાક બાદ જ સમાચાર આવ્યા કે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટાનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ છે. જોકે, તેમને દેશ ક્યારેય ભૂલી નહીં શકે. તેમણે દેશ માટે ઘણા કામ કર્યા છે.
ટાટા ગ્રુપને ઉંચાઈઓ પર પહોંચાડવામાં રતન ટાટાની સૌથી મોટી ભૂમિકા રહી. તેમણે દેશ અને સામાન્ય લોકો માટે અનેક એવા કામ કર્યા, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. રતન ટાટા એક દરિયાદિલી વ્યક્તિત્વ હતું અને મુસીબતમાં દેશ માટે હંમેશા તૈયાર રહેતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું








