Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock Market Today: Sensex rises by 567 points, Nifty also rises by 171 points, banking and realty shares see bullish buying

Stock Market Today: સેન્સેક્સમાં 567 અંકનો વધારો, નિફ્ટી પણ 171 અંક વધ્યો, બેંકિંગ અને રિયલ્ટી શેર્સમાં તેજ ખરીદી

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Stock Market Today: સેન્સેક્સમાં 567 અંકનો વધારો, નિફ્ટી પણ 171 અંક વધ્યો, બેંકિંગ અને રિયલ્ટી શેર્સમાં તેજ ખરીદી
સોર્સ : GSTV

Stock Market Today: દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ આજે સોમવારે શેરબજાર સારા એવા વધારા સાથે બંધ થયું છે. સેન્સેક્સના 30 શેર્સમાંથી 22 શેર્સ વધારા સાથે બંધ થયા. એરટેલ, એસબીઆઈ, રિલાયન્સ અને જોમેટોના શેર્સમાં બે ટકા કરતાં વધુ તેજી રહી હતી. કોટક બેંક, બીઈએલ ઈન્ફોસિસ ઘટીને બંધ થયા. નિફ્ટીના 50માંથી 38 શેર્સમાં તેજી જોવા મળી. એનએસઈના સેક્ટોરલ ઈન્ડેક્સમાં પીએસયુ બેંકમાં 2.22 ટકા, રિયલ્ટીમાં 1.46 ટકા, મેટલમાં 1.16 ટકા અને ઓઈલ એન્ડ ગૅસમાં 1.52 ટકાની તેજી રહી હતી.

App Store

વૈશ્વિક બજારોમાં તેજી

એશિયન બજારોમાં, કોરિયાનો કોસ્પી 2.27 ટકા વધીને 4,031 પર અને જાપાનનો નિક્કી 2.10 ટકા વધીને 50,337 પર ટ્રેડ કરી રહ્યો છે. આ પહેલી વાર છે જ્યારે નિક્કીએ આ સ્તર પાર કર્યું છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.95 ટકા વધીને 26,409 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.04 ટકા વધીને 3,991 પર ટ્રેડ કરી રહ્યો છે.

શેર્સમાં કારોબાર થયો
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં આજે શેરને નુકસાન સાથે બંધ થયા હતા. એક્સચેન્જમાં કુલ 4,502 શેરનું ટ્રેડિંગ થયું. આમાંથી 2,178 શેર વધારા સાથે બંધ થયા, જ્યારે 2,113 શેર ઘટ્યા, જ્યારે 211 શેર કોઈપણ વધઘટ વિના સ્થિર બંધ થયા. વધુમાં, આજે ટ્રેડિંગ દરમિયાન 1,935 શેર 52-અઠવાડિયાના નવા ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા, જ્યારે 95 શેર 52-અઠવાડિયાના નવા નીચલા સ્તરને સ્પર્શ્યા હતા.

શુક્રવારે બજારમાં કડાકો બોલાયો હતો 

ગત શુક્રવાર, 24 ઓક્ટોબર, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 345 પોઈન્ટ ઘટીને 84,212 પર બંધ થયો. નિફ્ટી 97 પોઈન્ટ ઘટીને 25,795 પર બંધ થયો. સેન્સેક્સના 30 માંથી 20 શેર ઘટ્યા. હિન્દુસ્તાન યુનિલિવર, અલ્ટ્રાટેક અને અદાણી પોર્ટ્સના શેર 3.5 ટકા સુધી ઘટ્યા હતા.

સેક્ટોરલ પર્ફોમન્સ
આજે લગભગ તમામ રિઝનલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા. નિફ્ટી પીએસયુ બેંક સૂચકાંક 1.5%થી વધુ વધ્યો. રિયલ્ટી અને ઓટો ઈન્ડેક્સ 1%થી વધુ વધ્યા. મેટલ શેરોમાં પણ મજબૂત ખરીદી જોવા મળી. તેલ અને ગૅસ શેરોએ પણ બજારની તેજીને ટેકો આપ્યો હતો.