મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Stock Market: સેન્સેક્સ 319 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,175 પર બંધ થયો

એશિયાઇ બજારોના મિશ્ર વલણની વચ્ચે ભારતીય શેરબજાર (મંગળવારે) વોલેટાલિટી જોવા મળી હતી અને છેલ્લે

Stock Market: સેન્સેક્સ 319 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,175 પર બંધ થયો

એશિયાઇ બજારોના મિશ્ર વલણની વચ્ચે ભારતીય શેરબજાર (મંગળવારે) વોલેટાલિટી જોવા મળી હતી અને છેલ્લે વધીને વધારો બંધ રહ્યા હતાં. ભારત અને ઇયુ વચ્ચે વેપાર કરારની જાહેરાતથી બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી. વધુમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રના બેંકિંગ શેરોમાં થયેલા વધારાને મજબૂત ટેકો મળ્યો.

યુરોપિયન યુનિયનએ ભારતમાંથી આવતા લગભગ 99.5 ટકા માલ પરની આયાત જકાત ઘટાડવાનો અથવા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. બદલામાં, ભારત 97 ટકા યુરોપિયન યુનિયન (ઇયુ) ઉત્પાદનો પર કર રાહત આપશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરારની જાહેરાત પછી આ તેજી જોવા મળી હતી. આ જાહેરાત પછી બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, જેના કારણે બજાર મજબૂતી સાથે બંધ થયા.

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 81,436 પર ખુલ્યો. દિવસ દરમિયાન, તે 81,088ના નીચા અને 82, 084ના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યો. અંતે તે 319.01 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 81, 856.71 પર બંધ થયો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી 50 25,063 પર ફ્લેટ ખુલ્યો પરંતુ તરત જ ઘટાડો થયો. જોકે, દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ રહ્યો. અંતે તે 126.75 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 25,175.40 પર બંધ થયો. 

એનરિચ મનીના સીઈઓ પોનમુડી આરએ જણાવ્યું હતુ કે, "ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાથી રોકાણકારોના વિશ્વાસને થોડો ટેકો મળ્યો. જોકે, યુએસ ટેરિફ પગલાંને કારણે વૈશ્વિક જોખમ ટાળવાનું ચાલુ રહ્યું," 

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચવાલી અને ત્રીજા ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામોમાં નબળા વિકાસને કારણે સ્થાનિક બજારમાં મોટી તેજી જોવા મળી શકી નથી. "વૈશ્વિક અનિશ્ચિતતા ચાલુ રહેવાની વચ્ચે, રોકાણકારો પસંદગીના શેરોમાં રસ ધરાવતા હોવાનું જણાય છે, અને બજાર શ્રેણીબદ્ધ રહ્યું છે. રોકાણકારોનું ધ્યાન આગામી કેન્દ્રીય બજેટ પર રહ્યું છે," એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, ટેક્સ સંબંધિત સ્પષ્ટતા, નાણાકીય શિસ્ત અને સરકારની મૂડીગત ખર્ચની રૂપરેખાને લઇને મળનારા સંકેત આવનારા સમયમાં બજારની દીશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે એમ છે. એકંદરે, બજાર હવે વધુ ઘટના-આધારિત બની રહ્યું છે અને બજેટ અંગે સ્પષ્ટ સંકેતો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એકત્રીકરણ વલણ ચાલુ રહેવાની શક્યતા છે.

મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ્સે બેન્ચમાર્ક સૂચકાંકો કરતાં નબળો દેખાવ કર્યો હતો, જેમાં બીએસઇ મિડકેપમાં 1.55 ટકા અને બીએસઇ સ્મોલકેપમાં 2.19 ટકાનો ઘટાડો થયો હતો.

ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ

સેન્સેક્સની કંપનીઓમાં અદાણી પોર્ટ્સ, એનટાીપીસી, ટેક મહીન્દ્રા, ટાટા સ્ટીલ અને એસબીઆઇ સૌથી  વધુ વધીને બંધ રહ્યા હતાં. આ શેરોમાં પાંચ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. દરમિયાન, મહીન્દ્રા&મહીન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, કોટક મહિન્દ્રા બેંક, ઇટરનલ, આઇટીસી અને મારુતિ સુઝુકી ઇન્ડિયાના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું, જેમાં ચાર ટકા સુધીનો ઘટાડો થયો.

બ્રોડર માર્કેટ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મીડ કેપ અને સ્મોલ કેપ અનુક્રમે 0ક્ષેત્રીય રીતે, નિફ્ટી મેટલ ઇન્ડેક્સ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર હતો, જે 3 ટકાના વધારા સાથે બંધ થયો હતો. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 1.4 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 0.9 ટકા ઘટ્યો હતો.,59 ટકા અને 0.41 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતાં. 

વૈશ્વિક બજારો

એશિયાઇ બજારોમાં આજે સામાન્ય ચડઉતર જોવા મળી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ દક્ષિણ કોરિયા પર વધારે ટેરીફ લાદવાની ધમકી આપી હતી. આનાથી રોકાણકારોની ચિંતા વધી. શરૂઆતના ઘટાડા પછી, દક્ષિણ કોરિયાનો ક્રિપ્ટોકરન્સી ઇન્ડેક્સ સુધર્યો અને લગભગ 0.7 ટકા વધ્યો. છેલ્લા અપડેટ સમયે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.1 ટકા વધ્યો હતો.

સોમવારે અમેરિકી બજારો સુધારા સાથે બંધ રહ્યા હતાં. રોકાણકારો આ સપ્તાહની મુખ્ય કંપનીઓની કમાણી અને ફેડરલ રિઝર્વની વ્યાજ દર બેઠકની રાહ જોઈ રહ્યા છે. S&P 500 ઇન્ડેક્સ 0.50 ટકા, નાસ્ડેક કમ્પોઝિટ 0.43 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.64 ટકા વધ્યો.

એકંદરે, નોંધપાત્ર ચડાવઉતાર વચ્ચે બજારમાં પ્રભાવશાળી રિકવરી મજબૂત રોકાણકારોની ભાગીદારી અને સકારાત્મક ક્ષેત્ર-આધારિત થીમ્સનું પરિણામ છે. બેંકિંગ, ધાતુઓ અને એફટીએ-લિંક્ડ શેરોએ આજે ​​બજારને વેગ આપ્યો.

આ સમાચાર શેર કરો