શેરબજારની હલચલ/ સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, આ કંપનીના શેરમાં કડાકો
નવા વર્ષમાં શેરબજાર આકર્ષક ખૂલ્યા બાદ સપ્તાહની શરૂઆત નકારાત્મક રહી છે. સેન્સેક્સ

નવા વર્ષમાં શેરબજાર આકર્ષક ખૂલ્યા બાદ સપ્તાહની શરૂઆત નકારાત્મક રહી છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 1,100થી વધુ પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિફ્ટી50 પણ 350થી વધુ પોઈન્ટ તૂટ્યું છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ આચરતું કોલ સેન્ટર ઝડપાયું , SMCએ કરી મોટી કાર્યવાહી
11.50 વાગ્યે નિફ્ટી 361 પોઈન્ટ તૂટી 23643.75 પર જ્યારે સેન્સેક્સ 1139.75 પોઈન્ટ તૂટી 78083.36 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઓટો, મેટલ, રિયાલ્ટી, પાવર શેર્સમાં મોટા ગાબડાં સાથે શેરબજાર કડડભૂસ થયા છે. વૈશ્વિક સ્તરે પણ ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડ સતત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. જેની સામે રૂપિયો તળિયે ઝાટક થયો છે.
ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ (VIX) 6 ટકા ઉછળ્યો
બીજી તરફ રોકાણકારો હવે હોલિડે મૂડમાંથી બહાર આવ્યા છે. જેની અસર માર્કેટ સેન્ટિમેન્ટ પર થઈ છે. વિદેશી રોકાણકારો પણ જ્યાં સુધી ડોલર ઈન્ડેક્સ અને યુએસ યીલ્ડમાં તેજી સ્થિર નહીં થાય ત્યાં સુધી વેચવાલી નોંધાવશે, તેવો સંકેત માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સ (VIX) 6 ટકા ઉછળ્યો છે.
સ્મોલકેપમાં 1400 પોઈન્ટનું ગાબડું
શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. બેન્કિંગ શેર્સમાં ગાબડું નોંધાયું છે. બેન્ક ઓફ બરોડા 5.30 ટકા, યસ બેન્ક 4.16 ટકા, કેનેરા બેન્ક 3.75 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. એચડીએફસી બેન્કમાં મોટાપાયે વેચવાલી નોંધાયા વોલ્યૂમ ઘટ્યા છે. પરિણામે બેન્કેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 1400થી વધુ અને મીડકેપ 950 પોઈન્ટ તૂટ્યો છે.
નિફ્ટી50ના ટોપ લૂઝર્સ (ભાવ 12.04 વાગ્યા સુધીના)
શેર છેલ્લો ભાવ કડાકો
TATASTEEL 132.63 -4.14
BPCL 286.2 -3.44
ADANIENT 2478.65 -3.35
TRENT 7072.1 -3.22
KOTAKBANK 1782.5 -3.05
રોકાણકારોની મૂડી 10 લાખ કરોડ ઘટી
શેરબજારમાં મોટા કડાકા સાથે રોકાણકારોની મૂડી બપોરના સેશનની શરૂઆત સાથે જ રૂ. 9.61 લાખ કરોડ ઘટી છે. બીએસઈ ખાતે 363 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે કુલ ટ્રેડેડ 4099 શેર્સ પૈકી માત્ર 734 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય 3223 શેર રેડઝોનમાં કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ 159 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા છે.








