મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Stock Market Crash/ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, જાણો કારણ

ભારતીય શેરબજાર સપ્તાહના અંતે કડડભૂસ થયા છે. સેન્સેક્સ 1111 પોઈન્ટથી વધુ જ્યારે નિફ્ટી 330

Stock Market Crash/  શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, જાણો કારણ

ભારતીય શેરબજાર સપ્તાહના અંતે કડડભૂસ થયા છે. સેન્સેક્સ 1111 પોઈન્ટથી વધુ જ્યારે નિફ્ટી 330.90 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. સેન્સેક્સ પેકમાં ભારતી એરટેલ સિવાય તમામ સ્ટોકમાં 4 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. 10.35 વાગ્યે સેન્સેક્સ 1069.13 પોઈન્ટ તૂટી 80220 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલરની તેજી તેમજ વિદેશી રોકાણકારોની વેચવાલીના પગલે શેરબજારમાં ગાબડું જોવા મળ્યું છે.

રોકાણકારોની મૂડી 7 લાખ કરોડ ઘટી

આજે માર્કેટમાં મોટો કડાકો નોંધાતાં રોકાણકારોની મૂડી 6.5 લાખ કરોડ ઘટી છે. માર્કેટ બ્રેડ્થ પણ નેગેટિવ રહી છે. 10.34 વાગ્યા સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ 3814 શેર્સ પૈકી 916 જ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 2740 શેર્સ રેડઝોનમાં ટ્રેડેડ હતા. 212 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 210 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. ડોલર ઈન્ડેક્સ છેલ્લા એક મહિનાની ટોચે ટ્રેડ થઈ રહ્યો છે. ડોલર મજબૂત બનતાં રૂપિયોમાં ફરી રેકોર્ડ તળિયું નોંધાયુ છે. બીજી તરફ ચીન દ્વારા આર્થિક પડકારોને દરૂ કરવા 14 વર્ષ બાદ પ્રથમ વખત મોનેટરી પોલિસીમાં ફેરફારો કરવાની જાહેરાત કરતાં વિદેશી રોકાણકારો ફરી ચીનમાં રોકાણ તરફ ડાયવર્ટ થાય તેવી ભીતિ જોવા મળી છે.

મેટલ ઇન્ડેક્સ 2.7 ટકા તૂટ્યો

મોર્નિંગ સેશનમાં મેટલ ઈન્ડેક્સે સૌથી વધુ ખરાબ દેખાવ કર્યો છે. મેટલ ઈન્ડેક્સ 2.7 ટકાથી વધુના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. SAIL 5.19 ટકા, એનએમડીસી 4.47 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 3.14 ટકા તૂટ્યો છે. ટાટા સ્ટીલ પણ 3.12 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. મેટલ ઈન્ડેક્સમાં કડાકા પાછળનું કારણ ચીનની રાહત યોજનાઓ છે. ચીન તેની શુષ્ક ઈકોનોમીને રિકવર કરવા આર્થિક પેકેજ અને રાહતો લઈ આવ્યું છે. ચીન વિશ્વનો બીજો સૌથી મોટો મેટલ આયાતકાર હોવાથી મેટલની કિંમતો પર અસર થવાની ભીતિ છે. 

આ પણ વાંચો : ખાનગી ક્ષેત્રમાં જંગી નફો હોવા છતાં કર્મચારીઓના પગારમાં નથી થતો વધારો, સરકારે વ્યક્ત કરી ચિંતા 

તે કેમ ઘટી રહ્યું છે?

શેરબજારમાં આજના ઘટાડાનું મુખ્ય કારણ પ્રોફિટ બુકિંગ રહ્યું છે. આ સિવાય વૈશ્વિક સંકેતો પણ સારા નથી રહ્યા. રિલાયન્સ અને ટાઇટન જેવા કેટલાક હેવીવેઇટ શેરના શેરમાં પણ 1 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આ સિવાય HDFC બેંકના શેર પર પણ દબાણ વધી રહ્યું છે. ભારતીય શેરબજારમાં ઘટાડાનું બીજું કારણ એ છે કે ચીનમાં જાહેર કરાયેલા આર્થિક પેકેજ બાદ વિદેશી રોકાણકારોનું વલણ ચીન તરફ વધી રહ્યું છે. તે જ સમયે, યુએસ ડૉલરની મજબૂતીની અસર પણ શેરબજાર પર દેખાઈ રહી છે.

આ સમાચાર શેર કરો