શેર બજારમાં તેજી, Sensexમાં 552 અંકનો ઉછાળો;Nifty 23500ને પાર
ભારતીય શેર બજારની બંપર તેજી સાથે શરૂઆત થઇ છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બન્ને લીલા રંગના નિશાન પર ખુલ્યા છે. સે

ભારતીય શેર બજારની બંપર તેજી સાથે શરૂઆત થઇ છે. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બન્ને લીલા રંગના નિશાન પર ખુલ્યા છે. સેન્સેક્સ 552.6 અંક ઉછળીને 77,739.34 અંક પર અને નિફ્ટી 173.15 અંક ચઢીને 23,534.20 અંક પર પહોચ્યું છે.
ગિફ્ટી નિફ્ટીએ આપ્યા તેજીના સંકેત
મંગળવારે શરૂઆતના ટ્રેડિંગ કલાકોમાં, GIFT નિફ્ટીએ ભારતીય શેરબજારો માટે સકારાત્મક શરૂઆતનો સંકેત આપ્યો હતો, જેમાં BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 ઊંચા ખુલવાની શક્યતા છે. તે 37.50 પોઈન્ટ અથવા 0.16% વધીને 23,556.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. પાછલા ટ્રેડિંગ સત્રમાં, બજારો લાલ રંગમાં બંધ થયા હતા, જેમાં BSE સેન્સેક્સ 319 પોઈન્ટ અથવા 0.41% ઘટીને 77,186 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 50 121 પોઈન્ટ અથવા 0.52% ઘટીને 23,361 પર બંધ થયો હતો.
આ સેક્ટર્સમાં તેજી
શેર બજારમાં આજે તેજીને કારણે કેટલાક સેક્ટર્સમાં શાનદાર રિકવરી જોવા મળી છે. બેન્ક નિફ્ટી, ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ,IT, મીડિયા, ફાર્મા, પીએસયુ બેન્ક અને મેટલ જેવા સેક્ટર્સમાં તેજી છે. માત્ર FMCG શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ કેજી PSU બેન્કના શેરોમાં આવી છે.








