Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Share Market Update: Stock market closed in the green after heavy volatility: Sensex rose 78 points, Nifty closed at 25776

Share Market Update: ભારે વોલેટાલિટીના અંતે શેરબજાર લીલા નિશાનમાં બંધ રહ્યુંઃ સેન્સેક્સ 78 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25776ની સપાટીએ બંધ

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Share Market Update: ભારે વોલેટાલિટીના અંતે શેરબજાર લીલા નિશાનમાં બંધ રહ્યુંઃ સેન્સેક્સ 78 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25776ની સપાટીએ બંધ
સોર્સ : GSTV

Share Market Update: એશિયન બજારોના મિશ્ર સંકેતો વચ્ચે બુધવારે (૪ ફેબ્રુઆરી) ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયા હતા. પાછલા બે સત્રોમાં મજબૂત તેજી બાદ બજારમાં નફો બુકિંગ જોવા મળ્યું હતું. ઓટો અને મેટલ સ્ટોક્સમાં તેજીથી બજારને સપોર્ટ મળ્યો હતો, પરંતુ આઈટી શેરોમાં ગાબડાંને કારણે બજાર દબાણમાં આવી ગયું હતું, તેના કારણે શેરબજારની તેજી રેન્જ બાઉન્ડ થઇ ગઇ હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડેવલપર એન્થ્રોપિક દ્વારા એક નવું એઆઈ ટૂલ રજૂ કર્યા પછી વિશ્વભરના આઈટી અને ટેકનોલોજી શેરોમાં ઘટાડો થયો, જેની ભારતીય બજારો પર પણ અસર પડી.

App Store

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઘટીને 83,252.06 પર ખુલ્યો. જોકે, ખુલ્યા પછી તરત જ તેમાં સુધારો થયો. દિવસ દરમિયાન તે લાલ અને લીલા વચ્ચે વધઘટ કરતો રહ્યો અને અંતે 78.56 પોઈન્ટ અથવા 0.09 ટકાના વધારા સાથે 83,817.69 પર બંધ થયો.

એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 25,675 પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 25,563ના ઈન્ટ્રાડે નીચા સ્તરે અને 25,818ના ઈન્ટ્રાડે ઉચ્ચ સ્તરે પહોંચ્યો. અંતે તે 48.45 પોઈન્ટ અથવા 0.19% વધીને 25,776 પર બંધ થયો.

મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ બેન્ચમાર્ક ઈન્ડેક્સ કરતાં નબળો દેખાવ કર્યો, જેમાં બીએસઈ મિડકેપ 1.55 ટકા અને બીએસઇ સ્મોલકેપ 2.19 ટકા ઘટ્યો.

જિયોજીત ઈન્વેસ્ટમેન્ટ રીસર્ચના હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, "સ્થાનિક શેરબજારમાં અસ્થિરતા જોવા મળી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારો સાવધ રહ્યા. પરિણામે, બજારમાં લાભ અને નુકસાન વચ્ચે વધઘટ થઈ. તાજેતરના કરેક્શન પછી મૂલ્ય ખરીદી ઉભરી આવતા મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોએ લાર્જ-કેપ શેરો કરતાં વધુ સારો દેખાવ કર્યો."

તેમણે કહ્યું કે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગૅસ, મેટલ્સ અને ઓટો સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. જોકે, એન્થ્રોપિકના નવા એઆઇ-આધારિત ઓટોમેશન ટૂલના લોન્ચ પછી પરંપરાગત આઉટસોર્સિંગ સેવાઓની માંગમાં ઘટાડો થવાની ચિંતાને કારણે આઇટી શેરો નબળા રહ્યા, જેના કારણે બજારનો એકંદર સુધારો મર્યાદિત રહ્યો. "આગળ વધતાં, બજારની દિશા મોટાભાગે ભારતીય રિઝર્વ બેંકના આગામી નાણાકીય નીતિના નિર્ણય અને તાજેતરમાં જાહેર કરાયેલા યુએસ-ભારત વેપાર સોદા અંગે સ્પષ્ટતા પર નિર્ભર રહેશે," તેમણે કહ્યું.

ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ
નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં લગભગ છ ટકાનો તીવ્ર ઘટાડો થયો. એઆઇ સ્ટાર્ટ અપ એન્થ્રોપિકે ઇન હાઉસ વકીલો માટે એક નવું પ્રોડક્ટીવિટી ટૂલ લોન્ચ કર્યું, તેના કારણે વોલ સ્ટ્રીટમાં સોફ્ટવેર શેરોમાં કડાકો નોંધાયો હતો, કારણ કે રોકાણકારોને ડર છે કે, આવા એઆઇ ટૂલ્સ આવવાને કારણે સોફ્ટવેર કંપનીઓના કામકાજ અને નફા બંનેને અસર થશે. 

સેન્સેક્સમાં ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક અને કોટક બેંક સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે ઇટરનલ, ટ્રેન્ટ, એનટીપીસી, પાવર ગ્રીડ અને અદાણી પોર્ટ્સ સૌથી વધુ વધ્યા હતા. 

નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે સુધારો ઇટરનલના શેરોમાં નોંધાયો હતો, આ શેર 5.13 ટટકા વધ્યો હતો. આ પછી, ટ્રેન્ટમાં 4.97 ટકા, ઓએનજીસીમાં 3.88 ટકા, એનટીપીસીમાં 2.43 ટકા અને અદાણી પોર્ટ્સમાં 2.43 ટકાનો વધારો થયો.

નિફ્ટી 50 કંપનીઓમાં સૌથી વધારે નુકસાન ઈન્ફોસિસને થયું, આ શેરમાં 7.26 ટકાનું ગાબડું પડ્યું હતું. આ પછી, ટીસીએસ 7.02 ટકા, એચસીએલ ટેક 4.34 ટકા, ટેક મહિન્દ્રા 4.15 ટકા અને વિપ્રો 3.86 ટકા ઘટ્યા.

બ્રોડર માર્કેટમાં, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.63 ટકા વધ્યો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ 1.27 ટકા વધ્યો. આઈટી શેરો ઉપરાંત, નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પણ 0.34 ટકા ઘટીને થોડો નીચો બંધ થયો. બીજી તરફ, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને નિફ્ટી ઓઇલ એન્ડ ગૅસ ઈન્ડેક્સમાં સૌથી વધુ વધારો થયો, જે અનુક્રમે 2.6 ટકા અને 2 ટકા વધ્યા.

વૈશ્વિક બજારો
વોલ સ્ટ્રીટના ઇન્ડેક્સ આજે  ઘટાડે બંધ રહ્યા હતાં. રોકાણકારોઓ ટેકનોલૉજી શેરોમાંથી પૈસા કાઢી આર્થિક સુધારા સાથે સંકળાયેલી કંપનીઓના શેરોમાં રોકાણ વધાર્યું હતું. ડાઉ જોન્સ બંધ થતાં 0.34 ટકા ઘટ્યો હતો, S&P 500 0.84 ટકા ઘટ્યો હતો, જ્યારે નાસ્ડેક 1.43 ટકા ઘટ્યો હતો.એશિયાઇ બજારોમાં સવારે મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. કોઈ મોટા હકારાત્મક સંકેતો નહોતા. ચીનનો સીએસઆઈ 300 ઈન્ડેક્સ 0.29 ટકા ઘટ્યો, હોંગકોંગનો હેંગ સેંગ 0.05 ટકા ઘટ્યો, અને જાપાનનો નિક્કી 0.61 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.54 ટકા વધ્યો.

કોમોડિટી બજારમાં હાજર સોનાનો ભાવ એક ટકો વધીને પ્રતિ ઔંસ 5002 ડોલર થઇ ગયો હતો, જ્યારે હાજર ચાંદી 0.69 ટકા વધીને પ્રતિ ઔંસ 85.87 ડોલરે આંબી હતી. આર્થિક મોરચે, જાપાન અને ભારત બંને આજે જાન્યુઆરી માટે એસ&પી ગ્લોબલ/એચએસબીસી કમ્પોઝિટ અને સર્વિસીસ પીએમઆઇ (અંતિમ) ડેટા જાહેર કરવાના છે.