Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Teachers beware! The teacher who made a student deaf in a school in Gandhinagar has been sent to jail, know what the whole case was about?

Gandhinagar news: શિક્ષકો સાવધાન! ગાંધીનગરની શાળામાં વિદ્યાર્થિનીને બહેરાશ લાવી દેનાર શિક્ષિકાને જેલના સળિયા પાછળ ધકેલાઈ, જાણો શું હતો સમગ્ર કેસ?

Timeછેલ્લું અપડેટ : 02 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: શિક્ષકો સાવધાન! ગાંધીનગરની શાળામાં વિદ્યાર્થિનીને બહેરાશ લાવી દેનાર શિક્ષિકાને જેલના સળિયા પાછળ ધકેલાઈ, જાણો શું હતો સમગ્ર કેસ?
સોર્સ : AI

Gandhinagar news: ગાંધીનગર વસંતકુવર બા સ્કૂલની 14 વર્ષની વિદ્યાર્થિનીને લાફો મારનાર આરોપી શિક્ષિકા પારૂલબેન રજનીકાંત પટેલને 3 વર્ષની સાદી કેદ ફટકારી કોર્ટે કડક સંદેશ આપ્યો છે, જેમાં ફોજદારી કાર્યવાહી સંહિતા, 1973ની કલમ 248(2) હેઠળ દોષિત ઠેરવી ગાંધીનગરની સીજેઆઈ કોર્ટે 3 વર્ષ અને 3 મહિનાની સાદી સજા ફટકારી છે જ્યારે JJAની કલમ 75 હેઠળ 1 વર્ષની સજાનો આદેશ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત 25,000-25,000 રૂપિયાનો સાદો દંડ પણ ફટકાર્યો છે.

App Store

વિદ્યાર્થિનીને કાને બહેરાશ આવી ગઈ હતી
મહત્વનું છે કે ગાંધીનગરની વસંતકુવર બા સ્કૂલમાં વર્ષ 2020માં આ ઘટના બની હતી, જેમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીને શિક્ષિકાએ હોમવર્ક ન કરવાના કારણે ગુસ્સે ભરાઈને કાન બહેરા પાડી દે તેવા લાફા ફટકાર્યા હતા. ડાબા કાનમાં ગંભીર ઈજા થતાં વિદ્યાર્થિનીને બહેરાશની તકલીફ પણ પડી ગઈ હતી.

1973ની કલમ 248(2)હેઠળ સજા
આ ઘટનામાં ફોજદારી કાર્યવાહી હેઠળ 1973ની કલમ 248(2)) હેઠળ આરોપી શિક્ષિકાને દોષિત ઠેરવવામાં આવ્યા છે. IPCની કલમ 325 હેઠળ સજાપાત્ર ગુના માટે ૩ વર્ષ અને ૩ મહિનાની સાદી કેદ અને રૂ. 25,000 (પચીસ હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરોક્ત દંડની રકમ ન ચૂકવવા બદલ, આરોપીને વધુમાં 15 દિવસની સાદી કેદ ભોગવવી પડશે. CrPCની કલમ 357 મુજબ દંડની સંપૂર્ણ રકમ પીડિતને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

JJAની કલમ હેઠળ 1 વર્ષની સજા
તો બીજી JJAની કલમ 75 હેઠળ સજાપાત્ર ગુના માટે 1 વર્ષની સાદી કેદ અને રૂ. 25,000/- (પચીસ હજાર રૂપિયા માત્ર) દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દંડની રકમ ન ચૂકવવા બદલ, આરોપીને વધુમાં વધુ 15 દિવસની સાદી કેદની સજા ભોગવવી પડશે. CrPCની કલમ 357 મુજબ દંડની સંપૂર્ણ રકમ પીડિત (PW5)ને વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. CrPCની કલમ 428 મુજબ, આરોપીએ જેલમાં વિતાવેલો સમય, જો કોઈ હોય તો કુલ સજાના સમયગાળા સામે સરભર કરવામાં આવશે.

આ સજા શિક્ષકો માટે દાખલારૂપ છે, આદેશથી કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણના નામે બાળકો પર શારીરિક અત્યાચાર થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.