Sensex today: સેન્સેક્સ 345 પોઈન્ટ ઘટીને બંધ થયો; નિફ્ટી 25,942 પર બંધ થયો

Sensex today: એશિયાઈ બજારોના મિશ્ર વલણની વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ કારોબારી સત્રમાં 29મી ડિસેમ્બરે લાલ નિશાનમાં બંધ રહ્યા હતાં. ફ્લેટ ઓપનિંગ પછી, બજારમાં ઉથલપાથલ જોવા મળી અને પછી વેચવાલી હાવી થઈ ગઇ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ જેવા હેવીવેઇટ શેરોએ બજારને નીચે ખેંચ્યુ.
ડિસેમ્બર સિરીઝની સમાપ્તિ પહેલા રોકાણકારો સાવચેત થઈ ગયા હોવાથી નિફ્ટી 26,000ની નીચે સરકી ગયો. લગભગ 35 નિફ્ટી શેરો લાલ નિશાનમાં બંધ થયા, જેમાં ઘણા શેર 2 ટકા સુધી ઘટ્યા.
30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 85,004 પર ફ્લેટ ખુલ્યો. ખુલ્યા પછી ઈન્ડેક્સમાં થોડો વધારો જોવા મળ્યો, પરંતુ બાદમાં તે લાલ રંગમાં સરકી ગયો અને અંતે 345.91 પોઈન્ટ અથવા 0.41 ટકા ઘટીને 84,695.54 પર બંધ થયો.
તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 લગભગ 26,063 પર ફ્લેટ ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 25,920 ના ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચ્યો. અંતે તે 345.91 પોઈન્ટ અથવા 0.41 ટકા ઘટીને 84,695.54 પર બંધ થયો.
બેન્ચમાર્ક ઈન્ડેક્સની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોએ ખરાબ પ્રદર્શન કર્યું. બીએસઇ મિડકેપ 0.45 ટકા ઘટ્યો, જ્યારે બીએસઇ સ્મોલકેપ 0.57 ટકા ઘટ્યો.
જિયોજીત ઇન્વેસ્ટમેન્ટના રીસર્ચ પ્રમુખ વિનોદ નાયરે જણાવ્યું હકું કે, બજારમાં હાલમાં વધુ ઉછાળા માટે મજબૂત સંકેતોનો અભાવ છે. રોકાણકારો મોટે ભાગે રજાઓ ગાળવા માટે બંધાયેલા છે, જે સૂચવે છે કે બજાર ટૂંકા ગાળામાં રેન્જ-બાઉન્ડ રહી શકે છે અથવા સ્થિરતાના તબક્કામાં પણ પ્રવેશી શકે છે.
તેમણે જણાવ્યું કે, 2026ને લઇને સકારાત્મક દ્રષ્ટિકોણ છે. પરંતુ આગામી સમયમાં રોકાણકારોનું ધ્યાન ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો અને અમેરિકાની વેપાર સમજૂતિને લઇને આવનારા પરિણામો પર રહેશે. વધતી જતી વૈશ્વિક વેપાર ચિંતાઓ અને નબળા રૂપિયાના વાતાવરણમાં, રોકાણકારો એવા મોટા શેરો પસંદ કરી શકે છે જે પ્રમાણમાં સલામત હોય અને સારી કમાણીની સ્પષ્ટતા હોય.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સેન્સેક્ની કંપનીઓમાં પાવરગ્રીડ, અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, એચસીએલ ટેક અને બીઈએલ સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, એચયુએલ, એટરનલ, એનટીપીસી અને એક્સિસ બેંક મુખ્ય વધ્યા હતા.
નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે તેજી ટાટા સ્ટીલમાંજ જોવા મળી હતી. તેમાં 1.89 ટકાનો વધારો નંધાયો હતો. આ પછી, ટાટા કન્ઝ્યુમરમાં 1.66 ટકા, એશિયન પેઇન્ટ્સમાં 1.06 ટકા, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝમાં 0.88 ટકા, નેસ્લે ઈન્ડિયામાં 0.59 ટકાનો વધારો જોવા મળ્યો.
નિફ્ટી 50ની કંપનીઓમાં સૌથી વધારે નુકસાનઅદાણી પોર્ટ્સને થયું હતું અને તેમાં 2.20 ટકાનો ઘટાડો થયો પછી, પાવર ગ્રીડ 1.83 ટકા, એચસીએલ ટેક 1.82 ટકા, ટ્રેન્ટ 1.39 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 1.31 ટકા ઘટ્યા.
વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 100 0.52 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 0.72 ટકા ઘટ્યો હતો. ક્ષેત્રીય રીતે, નિફ્ટી આઇટી ઇન્ડેક્સ, રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઇલ ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યા હતા. આમાં અનુક્રમે 0.75 ટકા, 0.67 ટકા અને 0.53 ટકાનો ઘટાડો થયો હતો. તેનાથી વિપરીત, નિફ્ટી મીડિયા, પબ્લિક સેક્ટર બેંક અને કન્ઝ્યુમર ગુડ્સ સૂચકાંકો અનુક્રમે 0.93 ટકા, 0.05 ટકા અને 0.11 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
સેક્ટરની વાત કરવામાં આવે તો મેટલ શેરો શરૂઆતી સુધારો જાળવી શક્યા ન હતાં અને દિવસન્ ઉપરના સ્તરેથી ફસડી ગયા હતાં. નબળા બજાર છતાં એફએમસીજી શેરોમાં ખરીદી જોવા મળી, જેમાં ટાટા કન્ઝ્યુમર અને એશિયન પેઇન્ટ્સ નિફ્ટીમાં ટોચના ગેઇનર્સ રહ્યા. છેલ્લા કેટલાક દિવસોમાં મજબૂત વધારા બાદ રેલવે શેરોમાં નફો બુકિંગ જોવા મળ્યું, જેમાં આઇઆરએફસી અને આરવીએનએલ લગભગ 5% ઘટીને બંધ થયા.
વૈશ્વિક બજારો
એશિયાઈ બજારો છ સપ્તહના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા હતાં. ડોલર લગભગ ત્રણ મહિનાના નીચલા સ્તરે રહ્યો છે, પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ આવતા વર્ષે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે તેવી અપેક્ષાઓને કારણે કિંમતી ધાતુઓમાં મજબૂત તેજી જોવા મળી છે.
દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.5% વધીને લગભગ બે મહિનાની ટોચ પર પહોંચ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 74%નો જંગી વધારો થયો છે, જે 199 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. દરમિયાન, જાપાનનો નિક્કી 0.4% ઘટ્યો, જ્યારે તાઇવાનનો શેરબજાર 0.3% વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. રજાઓને કારણે ટૂંકા ટ્રેડિંગ સપ્તાહ દરમિયાન, રોકાણકારો મંગળવારે ફેડની છેલ્લી બેઠકની મિનિટ્સ પર નજીકથી નજર રાખશે.
રજાઓના કારણે ઓછા વોલ્યુમથી બજારમાં સુસ્તી
વિશ્લેષકો કહે છે કે વર્ષના અંત અને રજાઓના કારણે ટ્રેડિંગ વોલ્યુમ અત્યંત નીચું રહ્યું છે. ડિસેમ્બરમાં નિફ્ટી 50 સરેરાશ દૈનિક 250 મિલિયન શેરની આસપાસ હતું, જે નવેમ્બરમાં 300 મિલિયન શેરથી નીચે હતું. ચોઇસ બ્રોકિંગના રિસર્ચ વિશ્લેષક આકાશ શાહે જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષનો અંત અને રજાઓની મોસમને કારણે બજારમાં ભાગીદારી ઓછી છે, જેના કારણે વેપાર સુસ્ત રહે છે.
એફઆઈઆઈ વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા સતત વેચાણથી પણ બજારની ભાવના પર ભાર મૂકવામાં આવ્યો હતો. શુક્રવારે, એફઆઇઆઇએ રૂપિયા 317.56 કરોડના શેર વેચ્યા, જે વિદેશી રોકાણકારો દ્વારા ચોખ્ખી વેચાણનું સતત ચોથું સત્ર છે.
ક્રુડમાં તેજી
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી પણ ચિંતા વધી. બ્રેન્ટ ક્રૂડ 1.04 ટકા વધીને ડોલર 61.27 પ્રતિ બેરલ થયું, જેનાથી ભારતના આયાત બિલ અને ફુગાવા અંગે ચિંતા વધી.

