મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં તેજી, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો

જુલાઈ માસના પ્રથમ દિવસે જ માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જેના ક

સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં તેજી, સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો

જુલાઈ માસના પ્રથમ દિવસે જ માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે રોકાણકારોનો ઉત્સાહ જળવાઈ રહ્યો હતો. 

સેન્સેક્સ 79,476ના સ્તરે બંધ

સોમવારે બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 443 પોઈન્ટ વધીને 79476ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી  131 પોઈન્ટના વધારા સાથે 24142 ના સ્તર પર બંધ થયો હતો.

સેન્સે્ક્સના ટોપ ગેઇનર્સ

ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, એચયુએલ અને ટીસીએસ સેન્સેક્સમાં ટોચના 5 ગેઇનર્સ હતા. આ ઉપરાંત ઈન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક, ટાટા મોટર્સ, આઇટીસી, આઇસીઆઇસીઆઇ બેંક, ટાઈટન, મારુતિ, એચસીએલ ટેક, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, ટાટા સ્ટીલ અને કોટક બેંક પણ સુધારા સાથે બંધ રહ્યા હતાં.

સેન્સેક્સના ટોપ લૂઝર્સ

એનટીપીસી, એસબીઆઈ, સન ફાર્મા, એલએન્ડટી અને ઇન્ડસઇન્ડ બેન્ક સેન્સેક્સના ટોપ લૂઝર્સ શેર હતા. આ ઉપરાંત બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ, રિલાયન્સ, એક્સિસ બેંક અને અદાણી પોર્ટ્સ પણ લાલ નિશાને બંધ થયા હતા.

આ બે આઈપીઓ 3 જુલાઈથી થશે ઓપન

બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના IPO 3 જુલાઈથી 5 જુલાઈ સુધી છૂટક રોકાણકારો માટે ખુલશે. 

આ સમાચાર શેર કરો