શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 300થી વધુ પોઇન્ટ ગગડ્યો
ભારતીય શેરબજારમાં બુધવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. મોટી કંપનીઓના બીજા ક્વાર્ટરના નિરાશાજનક પરિણામો અને વિદેશી ર

ભારતીય શેરબજારમાં બુધવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. મોટી કંપનીઓના બીજા ક્વાર્ટરના નિરાશાજનક પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા સ્થાનિક બજારમાંથી સતત નાણા નીકાળવાના કારણે આજે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સ 318 પોઈન્ટ ગગડીને 81,501ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 86 પોઈન્ટ તૂટીને 24,971ના સ્તરે ક્લોઝ થયો છે.
ટોપ લૂઝર્સ
સેન્સેક્સ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 2.87 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સિવાય અદાણી પોર્ટ્સ, ઈન્ફોસિસ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, કોટક બેંક, આઈટીસી, ટાઈટન, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રા સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
ટોપ ગેનર્સ
બીજી તરફ, એચડીએફસી બેન્ક સૌથી વધુ 0.92 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. ઉપરાંત, ભારતી એરટેલ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેરો સુધારો જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.
આજે શેરબજારમાં ઘટાડાનું કારણ?
વૈશ્વિક બજારોમાં નબળા વલણ, આઇટી શેરો અને ઓટો કંપનીઓના શેરમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી નાણાં પાછા ખેંચી લેવાના કારણે આજે સ્થાનિક બજારમાં ઘટાડો નોંધાયો હતો.








