મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

wadhawan brothers પર SEBIએ લગાવ્યો પ્રતિબંધ, દિવાન હાઉસિંગના નાણાનો કર્યો દુરુપયોગ

Security & Exchange Board Of India (SEBI)એ નાદાર દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (D

wadhawan brothers પર SEBIએ લગાવ્યો પ્રતિબંધ, દિવાન હાઉસિંગના નાણાનો કર્યો દુરુપયોગ

Security & Exchange Board Of India (SEBI)એ નાદાર દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (DHFL)ના કથિત ભંડોળ ડાયવર્ઝન કેસમાં પ્રમોટર્સ Kapil Wadhawan અને Dheeraj Wadhawanને 5 વર્ષ માટે સિક્યોરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે.

SEBIએ આ બંનેને કોઇપણ લિસ્ટેડ કંપનીમાં કોઇ પણ મહત્ત્વનું પદ સંભાળવા સામે રોક લગાવી દીધી છે. રાકેશ વાધવાન અને સારંગ વાધવાન પર 4 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ભૂતપૂર્વ CEO અને Joint Managing Director હર્ષિલ મહેતા અને ભૂતપૂર્વ સીએફઓ સંતોષ શર્મા પર 3 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

SEBIએ ફટકાર્યો દંડ

SEBIએ આ બધા પર કુલ રૂ. 120 કરોડનો દંડ ફટકાર્યો છે, જેમાં કપિલ અને ધીરજને રૂ. 27 કરોડનો સૌથી મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. નિયમનકારે આરોપ લગાવ્યો છે કે દીવાન હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશને છેતરપિંડી યોજનાના ભાગરૂપે 87 બાંદ્રા બૂક એન્ટિટીઝ (BBE)ને લોન આપી, જે એકબીજા અને પ્રમોટર ગ્રુપ સાથે જોડાયેલી હતી.

SEBIએ જણાવ્યું હતું કે, આ 39 BBEને દીવાન હાઉસિંગ તરફથી રૂ. 5,662.44 કરોડ મળ્યા હતા, જેમાંથી 40% રકમ દીવાન હાઉસિંગના પ્રમોટરો સાથે જોડાયેલી 48 કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. માર્ચ 2019 સુધીમાં, BBE પર કુલ બાકી લોન રૂ. 14,040 કરોડ હતી.

અસુરક્ષિત લોનને ખોટી રીતે દર્શાવાઈ

નિયમનકારે જણાવ્યું હતું કે, નબળી નાણાકીય સ્થિતિ ધરાવતા સંબંધિત પક્ષોને આપવામાં આવેલી આ મોટી અસુરક્ષિત લોનને "રિટેલ હાઉસિંગ લોન" તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવી હતી.

SEBIના પૂર્ણ-સમય સભ્ય અનંત નારાયણે જણાવ્યું હતું કે, "BBEની લોનની છુપાયેલી રકમને કારણે નિયમનકારી કાર્યવાહીમાં વિલંબ થયો અને બજારની સ્થિરતા જોખમાઈ."

SEBIએ વધુમાં જણાવ્યું હતું કે, જો DHFLએ સાચા નાણાકીય નિવેદનો રજૂ કર્યા હોત અને BBEને આપવામાં આવેલી લોનમાંથી બોગસ વ્યાજ આવક દૂર કરી હોત, તો કંપની નાણાકીય વર્ષ 2007-08થી 2015-16 સુધી સતત ખોટમાં રહી હોત, પરંતુ તેણે નફો દર્શાવ્યો હતો.

નકલી વર્ચ્યુઅલી શાખાનો કર્યો ઉપયોગ

છેતરપિંડીને અંજામ આપવા માટે દીવાન હાઉસિંગે એક નકલી વર્ચ્યુઅલી શાખા (બાંદ્રા બ્રાન્ચ) અને પહેલા બંધ થયેલા રિટેલ લોનના ખાતાઓનો ઉપયોગ કર્યો, સાથે જ 3 અલગ અલગ એકાઉન્ટિંગ સોફ્ટવેરથી BBEની લોનને રીટેલ લોન તરીકે દર્શાવીને હકીકત છુપાવી. શરૂઆતના વર્ષોમાં કુલ લોનનો 30% હિસ્સો BBEને આપેલો હતો.

SEBIએ જણાવ્યું હતું કે, ખોટી નાણાકીય માહિતી રોકાણકારોને છેતરે છે અને શેરના ભાવની નિષ્ઠાને અસર કરે છે, જેના કારણે રોકાણકારોએ દીવાન હાઉસિંગ ફાયનાન્સ સારી સ્થિતિમાં છે તેવી માન્યતા સાથે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું.

આ મુદ્દે SEBIએ સપ્ટેમ્બર 2020માં એક વચગાળાનો આદેશ જાહેર કરીને પ્રારંભિક રોક લગાવી દીધી છે. SEBI હવે આ છેતરપિંડીથી થયેલા ગેરકાનૂની રીતે મળેલા ફાયદાની રકમ નક્કી કરશે અને આગળની કાર્યવાહી શરુ કરશે.

આ સમાચાર શેર કરો