SEBIએ ઈન્ફોસિસને આપી મોટી રાહત, 16 યુનિટ અને પૂર્વ કર્મચારી પરના પ્રતિબંધ હટાવ્યા
સેબીએ સોમવારે ઇન્ફોસિસના શેરોમાં ઇન્સાઇડર ટ્રેડિંગ સાથે જોડાયેલા કેસમાં કંપનીના કેટલાક કર્મચારીઓ સમેત 16 યુનિટ અને વ્યક્તિઓ

સેબીએ સોમવારે ઇન્ફોસિસના શેરોમાં ઇન્સાઇડર ટ્રેડિંગ સાથે જોડાયેલા કેસમાં કંપનીના કેટલાક કર્મચારીઓ સમેત 16 યુનિટ અને વ્યક્તિઓ પર લાગેલા પ્રતિબંધો હટાવી દીધા છે. કંપનીએ 30 જૂન, 2020 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે તેના પરિણામો જાહેર કર્યા બાદ આ બાબત જુલાઈ 2020માં પ્રકાશમાં આવી હતી. જ્યારે ઇન્ફોસિસના શેરમાં સંભવિત આંતરિક વેપાર વિશે ચેતવણી પ્રાપ્ત થઈ હતી.
સેબીએ તપાસ કરી કે શું કેટલીક વ્યક્તિઓએ ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન કરીને અપ્રકાશિત પ્રાઇસ-સેન્સિટિવ ઇન્ફર્મેશન (UPSI) નો ઉપયોગ કરીને ઇન્ફોસિસના શેરનો વેપાર કર્યો હતો.
સેબીએ ઇન્ફોસિસના ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 16 યુનિટો પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે, જેમાં કેટલાક પૂર્વ કર્મચારીઓ પણ સામેલ છે. અમિત ભૂત્રા, ભરત સી જૈન, કેપિટલ વન પાર્ટનર્સ, ટેસોરા કેપિટલ, મનીષ સી જૈન અને અંકુશ ભુત્રા પર વચગાળાના આદેશ હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોને પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવો નિર્દેશ આપ્યો હતો.
સેબીના પૂર્ણકાલિક સભ્ય અશ્વિન ભાટિયાએ 57 પાનાંના આદેશમાં જણાવ્યું હતું કે, નોટિસધારકો સામેના વચગાળાના આદેશ અને પુષ્ટિકરણના આદેશને રદ કરવો અને તમામ નોટિસધારકો સામેની કાર્યવાહીનો નિકાલ કરવો તે યોગ્ય છે. સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) એ 25 એપ્રિલ, 2022 ના રોજના તેના આદેશ દ્વારા વચગાળાના અને પુષ્ટિકારી આદેશને રદ કરી દીધો છે.
ડિસેમ્બર 2019 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન ઇન્ફોસિસના નાણાકીય પરિણામોની જાહેરાત દરમિયાન સેબીએ શંકાસ્પદ ટ્રેડિંગ પ્રવૃત્તિઓની ઓળખ કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. SEBI તપાસ કરી રહી છે કે શું અમુક વ્યક્તિઓએ ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન કરીને અપ્રકાશિત પ્રાઇસ-સેન્સિટિવ ઇન્ફર્મેશન (UPSI) નો ઉપયોગ કરીને ઇન્ફોસિસના શેરનું ટ્રેડિંગ કર્યું હતું.
માર્કેટ રેગ્યુલેટરે જોયું કે 8 વ્યક્તિઓએ આ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને 2021માં તેમની સામે વચગાળાનો આદેશ જારી કર્યો હતો. જો કે, બે વ્યક્તિઓએ આ આદેશને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT)માં પડકાર્યો હતો, જેને ફગાવી દેવામાં આવ્યો હતો.








