મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

પાન નંબરથી ઉભી કરી બોગસ કંપનીઓ અને કર્યું કૌભાંડ, તમારું PAN તો સુરક્ષિત છે ને?

નાણાકીય બાબતો સંબંધિત તમામ કામકાજમાં પાન કાર્ડ (PAN) આવશ્યક છે. આઈડી પ્રુફથી માંડીને બ

પાન નંબરથી ઉભી કરી બોગસ કંપનીઓ અને કર્યું કૌભાંડ, તમારું PAN તો સુરક્ષિત છે ને?

નાણાકીય બાબતો સંબંધિત તમામ કામકાજમાં પાન કાર્ડ (PAN) આવશ્યક છે. આઈડી પ્રુફથી માંડીને બેન્ક એકાઉન્ટ ખોલાવવા, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ઉપરાંત રોકાણ કરવા સહિત તમામ બાબતોમાં પાન નંબર હોવો જરૂરી બન્યો છે. પાન કાર્ડ વિના નવી કંપની પણ ઉભી કરી શકાતી નથી. કારણકે, જીએસટી રજિસ્ટ્રેશન માટે પાન કાર્ડ અનિવાર્ય છે. આ અતિ મહત્ત્વના ડોક્યુમેન્ટનો દુરૂપયોગ પણ વધ્યો છે. જેનો ઉપયોગ કરી નાણાકીય કૌંભાંડો થઈ રહ્યા છે. ખાસ કરીને પાન નંબર ચોરી બોગસ કંપનીઓ ઉભી કરી મોટા નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે. આ કૌંભાંડથી તમારું પાન કાર્ડ સુરક્ષિત છે કે નહીં તે જાણવું આવશ્યક બન્યું છે.

આ પણ વાંચોઃ ગોલ્ડ લોન લેનારાઓ માટે જોરદાર ઝટકો, RBIએ લીધો મહત્ત્વનો નિર્ણય, NBFCને આપ્યો નિર્દેશ

જાણ વિના પાનની મદદથી બોગસ કંપની ઉભી કરાઈ

હાલમાં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતાં ચંદનનો પાન નંબર તેની જાણ બહાર દુરૂપયોગ કરી બોગસ કંપની ઉભી કરવામાં આવી હતી. જેમાં રૂ. 9 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો પણ થયા હતા. ચંદન જ્યારે આઈટીઆર ફાઈલ કરવા ગયો ત્યારે તેને જાણ થઈ કે, તેના પાન કાર્ડ પર એક જીએસટી નંબર લેવામાં આવ્યો છે.

આ રીતે તમારા પાન કાર્ડની સલામતી ચેક કરો

તમારું પાન કાર્ડ સુરક્ષિત છે કે, નહીં તેની જાણકારી તમે સરળતાથી ઘરેબેઠા મેળવી શકો છો. તેના માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ www.gst.gov.in પર જઈ તમારો પાન નંબર રજૂ કરવાનો રહેશે. જેથી તમારા નામ પર GSTN નંબર લેવામાં આવ્યો છે કે નહીં તેની માહિતી મેળવી શકશો.

6 લાખ લોકોના પાન ડેટા સાથે 18 લોકોની ધરપકડ

ગતવર્ષે નોઈડા પોલીસે પણ પાન કાર્ડની મદદથી જીએસટીએન નંબર મેળવી બોગસ કંપનીઓ શરૂ કરવાના કૌંભાંડનો પર્દાફાશ કર્યો હતો. નોઈડા પોલીસે આ મામલે 18 લોકોની ધરપકડ કરી હતી. જેમની પાસે 6 લાખથી વધુ લોકોનો પાન ડેટા હતો. જેમાંથી તેઓએ 3 હજારથી વધુ જીએસટી રજિસ્ટ્રેશન કરાવી બોગસ કંપનીઓ શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો