કામના સમાચાર: SBIએ FDના વ્યાજદરમાં કર્યો વધારો, જાણો નવા ઈન્ટરેસ્ટ રેટ
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. એસબીઆઈએ 46 દિવસથી 179 દિવસ, 180 દિવસથી 210 દિવસ અને 211 દિવસની 1 વર્ષથી ઓછી મુદતવાળી એફડી પરના વ્યાજ દરમાં 0.25 થી 0.75 ટકાનો વધારો કર્યો છે. એસબીઆઈએએ છેલ્લે 27 ડિસેમ્બર, 2023ના રોજ FD પર વ્યાજદરમાં વધારો કર્યો હતો. નવા દરો આજથી 15 મેથી લાગુ થશે.
SBI બેંક 7 દિવસથી 45 દિવસની FD પર 3.50 ટકા, 46 દિવસથી 179 દિવસની FD પર 5.50 ટકા, 180 દિવસથી 210 દિવસની FD પર 6 ટકા, 211 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળાની FD પર 6.25 ટકા, એક વર્ષથી 2 વર્ષથી ઓછી મુદતવાળી FD પર 6.80 ટકા, 2 વર્ષથી 3 વર્ષથી ઓછા સમયગાળાની FD પર સૌથી વધુ વ્યાજ દર 7 ટકા, 3 વર્ષથી લઈને 5 વર્ષ કરતા ઓછા સમયગાળાની FD પર 6.75 ટકા જ્યારે 5 વર્ષથી 10 વર્ષ સુધીની મુદતવાળી FD પર વ્યાજ દર 6.50 ટકા વ્યાજ આપી રહી છે.
સિનિયર સિટીઝન માટે વ્યાજદર
એસબીઆઈ બેંક સિનિયર સિટીઝનને FD પર 0.50 ટકા વધારાનું વ્યાજ આપે છે. સિનિયર સિટીઝન માટે FD પર SBIનો વ્યાજ દર 4 થી 7.5 ટકા છે. 2 વર્ષથી 3 વર્ષથી ઓછા સમયગાળાની FD પર સૌથી વધુ વ્યાજ દર 7.50 ટકા, 5 વર્ષથી 10 વર્ષ સુધીની એફડી પર 7.5 ટકા વ્યાજ દર આપી રહી છે.






