સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ બીજા માર્ગથી ચાલશે
Railway: અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર

Railway: અમદાવાદ ડિવિઝનના મહેસાણા-પાલનપુર સેક્શન પર કામલી અને ઊંઝા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નં. 926 ના પુનર્નિર્માણ હેતુ એન્જિનિયરિંગ કાર્યને કારણે સાબરમતી-યોગનગરી ઋષિકેશ-સાબરમતી એક્સપ્રેસ અને દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ થી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર જશે નહીં. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
1. 11 માર્ચ 2025ના રોજ સાબરમતીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19031 સાબરમતી-યોગનગરી ઋષિકેશ યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુરના ને બદલે પરિવર્તિત માર્ગ વાયા મહેસાણા-પાટણ-ભિલડી-પાલનપુર ના માર્ગ થી ચાલશે અને ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.
2. 10 માર્ચ 2025ના રોજ યોગનગરી ઋષિકેશથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19032 યોગનગરી ઋષિકેશ-સાબરમતી યોગા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ પાલનપુર-ઉંઝા-સિદ્ધપુર-મહેસાણાના બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણાના માર્ગથી ચાલશે તથા ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.
3. 10 માર્ચ 2025ના રોજ દૌલતપુર ચોકથી ઉપડનારી ટ્રેન સંખ્યા 19412 દૌલતપુર ચોક-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ પાલનપુર-ઊંઝા-સિદ્ધપુર-મહેસાણાના બદલે પરિવર્તિત માર્ગ વાયા પાલનપુર-ભીલડી-પાટણ-મહેસાણાના માર્ગથી ચાલશે અને ઉંઝા અને સિદ્ધપુર સ્ટેશનો પર નહીં જાય.
મુસાફરોને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરો. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.






