મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વીંછિયામાં કોળી સમાજના સંમેલન બાદ પૂર્વ સરપંચનો વિરોધીઓ પર પ્રહારો

રાજકોટ જિલ્લાના વીંછિયામાં કોળી સમાજનું સંમેલન યોજાઈ ગયું. માર્ચના ધોમધખતા તા

વીંછિયામાં કોળી સમાજના સંમેલન બાદ પૂર્વ સરપંચનો વિરોધીઓ પર પ્રહારો

રાજકોટ જિલ્લાના વીંછિયામાં કોળી સમાજનું સંમેલન યોજાઈ ગયું. માર્ચના ધોમધખતા તાપમાં કોળી અને ઠાકોર સમાજના સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સંમેલન યોજાયા બાદ વીંછિયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

વીંછિયાના પૂર્વ સરપંચ મનુભાઈએ કુંવરજી બાવળિયા અને તેમના માણસો પર આક્ષેપો કર્યા હતા. જસદણ અને વીંછિયા પંથકમાં આ સંમેલન ન થવા દેવા માટે સરપંચોની બેઠકો યોજાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પૂર્વ સરપંચના આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે

આ સમાચાર શેર કરો