મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શેરબજારમાં તેજી વચ્ચે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો

ભારતીય શેરબજારમાં તેજી વચ્ચે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો છે. આરબીઆઈ દ્વારા સરકારને અપેક્ષા કરતાં વધુ ડિવિડન્ડ ચૂકવવાની જા

શેરબજારમાં તેજી વચ્ચે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો

ભારતીય શેરબજારમાં તેજી વચ્ચે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો છે. આરબીઆઈ દ્વારા સરકારને અપેક્ષા કરતાં વધુ ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાતના લીધે પણ રૂપિયો મજબૂત બન્યો છે.

ડોલર સામે રૂપિયો 0.3% જેટલો સુધરી 83.03 થયો

આજે શુક્રવારે ડોલર સામે રૂપિયો 0.3% જેટલો સુધરી 83.03 થયો હતો, જે 15 ડિસેમ્બર,2023 બાદની સૌથી મજબૂત સ્થિતિ છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સમાચાર લખાયા ત્યારે 83.09 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે ડોલર સામે રૂપિયો 83.28 પર બંધ રહ્યો હતો.

વિદેશી હૂંડિયામણની વધતી જતી અનામત પણ રૂપિયાને ટેકો આપે છે

વિદેશી હૂંડિયામણની વધતી જતી અનામત પણ રૂપિયાને ટેકો આપી રહી છે. શુક્રવારના રોજ જારી કરાયેલા ડેટા અનુસાર, 17 મે સુધીમાં ભારતનો ડોલરનો સ્ટોક વધીને રેકોર્ડ-ઉચ્ચ $648.7 અબજે પહોંચ્યો હતો.

ભારત માટે વધુ સારી ફાઈનાન્સિયલ પ્રોફાઇલ અને RBI ડિવિડન્ડ, જે અર્થતંત્ર માટે સકારાત્મક વલણ દર્શાવી રહ્યા હોવાનું એમ્કે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસના અર્થશાસ્ત્રી માધવી અરોરાએ જણાવ્યું હતું.

આ સમાચાર શેર કરો