મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મોંઘવારીના માર વચ્ચે મળી રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત

આજથી દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર લાગુ થયો છે. તેલ કંપની

મોંઘવારીના માર વચ્ચે મળી રાહત: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત

આજથી દેશમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર લાગુ થયો છે. તેલ કંપનીઓએ માત્ર 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 5નો ઘટાડો થયો છે, જે 1 નવેમ્બર, 2025 એટલે કે આજથી અમલમાં છે. 

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. (IOCL) અનુસાર, દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની સુધારેલી કિંમત રૂ. 1,590.50 થઈ ગઈ છે, જે અગાઉ રૂ. 1595.50 હતી. જોકે, 14.2 કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત પર કોઈ અસર થઈ નથી.

શહેર     14.2 કિલો રસોઈ ગેસ કિંમત (₹)
દિલ્હી     853
કોલકાતા     879
મુંબઈ     852.5
ચેન્નઈ     868.5
લખનઉ     890.5
અમદાવાદ     860
હૈદરાબાદ     905
વારાણસી     916.5
પટના     951


તમારા શહેરમાં કેટલો ભાવ?

આ પહેલા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લો બદલાવ ઓક્ટોબરમાં થયો હતો. ઓક્ટોબરમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમતમાં ₹15નો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, હવે રૂ. 5 ઓછા કરવામાં આવ્યા છે. આ ઘટાડા પછી 1 નવેમ્બરથી કોમર્શિયલ LPGની નવી કિંમત આ મુજબ હશે:

શહેર     19 કિલોગ્રામ કોમર્શિયલ LPG કિંમત (₹)
પટના     1876
નોઈડા     1876
લખનઉ     1876
ભોપાલ     1853.5
ગુરુગ્રામ     1607


 
LPG સિલિન્ડરની કિંમતમાં છેલ્લીવાર 8 એપ્રિલે બદલાવ કરાયો હતો

14.2 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં છેલ્લીવાર 8 એપ્રિલ, 2025ના રોજ બદલાવ થયો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી તેમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યું નથી. ફક્ત કોમર્શિયલ ગેસના ભાવમાં જ બદલાવ થયો છે.

હવાઈ ફ્યુલ (ATF)ના ભાવમાં પણ ફેરફાર

LPG સિલિન્ડરની સાથે જ એટીએફ (ATF - Aviation Turbine Fuel)ના ભાવમાં પણ બદલાવ થયો છે. IOCLની વેબસાઇટ મુજબ, ડોમેસ્ટિક રન (ઘરેલુ ઉડાન) માટે દિલ્હીમાં હવાઈ ફ્યુલનો ભાવ રૂ. 94,543.02 પ્રતિ કિલોલીટર છે. એ જ રીતે, ઇન્ટરનેશનલ રન (આંતરરાષ્ટ્રીય ઉડાન) માટે દિલ્હીમાં હવાઈ ફ્યુલનો ભાવ $817.01 પ્રતિ કિલોલીટર છે.

આ સમાચાર શેર કરો