રતન ટાટાની પ્રથમ પુણ્યતિથિ: આ દિવસે જ ભારતે ખોયું હતું ''અણમોલ રત્ન''
ભારતે એક વર્ષ પહેલા આજના દિવસે જ ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાને ગુમાવ્યા હતા.
પ્રકાશિત : •2 મિનિટ વાંચન સમય
ભારતે એક વર્ષ પહેલા આજના દિવસે જ ભારતના ઉદ્યોગપતિ રતન ટાટાને ગુમાવ્યા હતા. આજે તેમની પ્રથમ પુણ્ય તિથિ છે. આજે આખો દેશ તેમના નેક કાર્યને યાદ કરી રહ્યો છે. તેમને ગયા હજું એક વર્ષ જ થયું છે. ટાટા ગ્રુપ ન માત્ર સૌથી મોટું ઉદ્યોગ સંગઠન છે, પરંતુ રાષ્ટ્રીય વિશ્વાસનું પ્રતીક પણ છે.
14 વર્ષ પછી સંપૂર્ણ સત્તા પર ટાટા પરિવારનું સભ્ય
રતન ટાટાના અવસાન પછી સૌથી મોટો પડકાર જૂથ માટે નવા નેતા શોધવાનો હતો. ઘણાં નામો પર વિચાર કરવામાં આવ્યો અને અંતે, આયરલેન્ડની નાગરિકતા ધરાવતા નોએલ ટાટાને તેના માટે યોગ્ય ગણાયા. નોએલ ટાટાએ પહેલા પણ ગ્રુપની બીજી કંપનીઓમાં એક સારા મુખ્ય અધિકારી તરીકે સેવા આપી છે. પરંતુ 14 વર્ષમાં પહેલી વખત એવું થયું કે ટાટા પરિવારના કોઈ સદસ્યને ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સની એમ બંનેની કમાન સોંપવામાં આવી હોય. રતન ટાટા અને નોએલ ટાટા બંને સાવકા ભાઈ છે અને નોએલ ટાટાને ગયા વર્ષે જ પહેલી વાર ટાટા સંસના બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા. ટાટા સન્સ સમૂહની દરેક કંપનીઓની હેન્ડલિંગ કંપની અને તેમા ટાટા ટ્રસ્ટની 65 ટકા ભાગીદારી છે. એનો મતલબ એમ છે કે જો ગ્રુપ પર પૂરો કંટ્રોલ કરવો હોય તો ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંનેની કમાન કોઈ એક વ્યક્તિની પાસે હોવી જોઈએ.
રતન ટાટાના વારસામાં જૂના મિત્રોની ભાગીદારી
પરિવારના સભ્યો ઉપરાંત જૂના મિત્રોને પણ શેરમાં સામેલ કર્યાં હતાં. આમાં શાંતનુ નાયડુ નામનું એક યુવાન નામ ખૂબ ચર્ચામાં હતું. રતન ટાટાએ તેમની શિક્ષણ લોન માફ કરી અને તેમના સ્ટાર્ટઅપ, ગુડફેલોમાં તેમનો હિસ્સો પાછો આપ્યો. રતન ટાટાની ઇચ્છા મુજબ, તેમને ટાટા મોટર્સમાં જનરલ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં શાંતનુ ઈ-વ્હીકલ ઈનોવેશન પર કામ કરે છે. રતન ટાટા અને શાંતનુ 2016માં મિત્રો બન્યા અને એક ઘટના પછી બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.
નવી પેઢીને અવસર આપવામાં આવ્યો
રતન ટાટાના ગયા પછી, ટાટા ગ્રુપને નવી પેઢીમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. નોએલ ટાટાની પુત્રીઓ, માયા અને લીઆ, અને પુત્ર, નેવિલ ટાટા, સર રતન ટાટા ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી મંડળમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સંસ્થા મહિલાઓના સ્કિલ ડેવલોપમેન્ટ માટે તાલીમ આપવાનું કામ કરે છે. તેમની બંને પુત્રીઓ પણ ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. માયા ટાટા લાંબા સમયથી ટાટા નીઓ એપ ટીમનો ભાગ છે. લીઆ ટાટા ગ્રુપની હોટેલ વિંગના વાઇસ પ્રેસિડેન્ટ છે.