Petrol Price: દેશમાં 10 રૂપિયા સસ્તું થશે પેટ્રોલ! ક્રૂડ પણ સસ્તું થશે, જાણો આ આગાહી
આંતરરાષ્ટ્રીય માક્રેટમાં ક્રૂડના ભાવ 71 ડોલર

આંતરરાષ્ટ્રીય માક્રેટમાં ક્રૂડના ભાવ 71 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયા છે. વર્ષ-2026માં આની કિંમત ઓછી થવાની ભવિષ્યવાણી કરાઈ છે. જો આ વાત સાચી થઈ તો આગામી વર્ષે ક્રૂડ ઓઈલ પાણીના ભાવે વેચાશે અને પેટ્રોલમાં 10 રૂપિયા ઘટશે.
જો અમેરિકાની બેંકની ભવિષ્યવાણી સાચી ઠરી તો વર્ષ-2025ના અંત અને 2026માં ક્રૂડ ઓઈલ ઈન્ટરનેશનલ માર્કેટમાં પાણીના ભાવે વેચાશે. જો આવું થયું તો ભારતને તો મજા પડશે. જ્યારે બીજી બાજું ક્રૂડ ઓઈલના ભાવ ઘટયા પછી પણ ભારતના ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 100 રૂપિયા પ્રતિ લિટરના પાર છે. જો વાત મહાનગરોની કરીએ તો દિલ્હીને છોડી કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં ઈંધણના ભાવ 100 રૂપિયા છે.
દેશના મહાનગરોમાં ઈંધણના ભાવ
| મહાનગર | પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરનો (રૂપિયા) | ડીઝલનો ભાવ પ્રતિ લિટરનો (રૂપિયા) |
| દિલ્હી | 94.77 રૂપિયા | 87.67 રૂપિયા |
| કોલકાતા | 103.50 રૂપિયા | 91.82 રૂપિયા |
| મુંબઈ | 103.50 રૂપિયા | 90.03 રૂપિયા |
| ચેન્નઈ | 100.80 રૂપિયા | 92.39 રૂપિયા |
કોણે અને શું આગાહી કરી
અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સે તાજેતરમાં એક નોટ જાહેર કરી. આ નોટમાં ડબલ્યૂટીઆઈ ક્રૂડ ઓઈલના ભાવ માટે ડિસેમ્બર-2025 અને સરેરાશ 2026ના પૂર્વાનુમાનોને ઓછા કર્યા છે. જેમાં ઓઈલની માંગમાં ધીમો વધારાની શક્યતા અને પુરવઠામાં વૃદ્ધિની આશાનો હવાલો આપ્યો છે. આ ખાનગી કંપનીને આશા છે કે, ડિસેમ્બરમાં બ્રેંટ 71 પ્રતિ ડોલર થશે, જે આના પાછલા પૂર્વાનુમાનથી 5 ડોલર ઓછું છે. અને WTI 67 ડોલર પર રહેશે. બેંકે તેની 2026ની સરેરાશ બ્રેન્ટ આગાહીને 73 ડોલરથી ઘટાડીને 68 ડોલર અને WTI 68 ડોલરથી 64 ડોલર કરી છે.
બેંકે જણાવ્યું હતું કે તે હવે 2025માં ઓઈલની માંગ 0.9 મિલિયન બેરલ પ્રતિ દિવસ (mb/d) વધવાની અપેક્ષા રાખે છે, જે અગાઉ 1.1 mb/d હતી, જેમાં ઉચ્ચ ટેરિફ પર ધીમી યુએસ GDP વૃદ્ધિનો સમાવેશ થાય છે. ગોલ્ડમેને જણાવ્યું હતું કે તેને OPEC+ સપ્લાયમાં થોડો વધારો થવાની અપેક્ષા છે અને OPEC+નું ઉત્પાદન જુલાઈની સરખામણીમાં એપ્રિલમાં વધવાની ધારણા છે.








