મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

આરબીઆઇની કાર્યવાહીથી પેટીએમની કમાણીને ફટકોઃ જૂન ત્રિમાસમાં 840 કરોડ રૂપિયાની ખોટ

પેટીએમના બ્રાન્ડ નેમ હેઠળ પોતાનો બિઝનેસ ચલાવતી ફિન ટેક કંપની One97 કોમ્યુનિકેશનનું નુકસાન બમણાથી વ

આરબીઆઇની કાર્યવાહીથી પેટીએમની કમાણીને ફટકોઃ જૂન ત્રિમાસમાં 840 કરોડ રૂપિયાની ખોટ

પેટીએમના બ્રાન્ડ નેમ હેઠળ પોતાનો બિઝનેસ ચલાવતી ફિન ટેક કંપની One97 કોમ્યુનિકેશનનું નુકસાન બમણાથી વધુ થઈ ગયું છે.

શુક્રવારે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરતા કંપનીએ જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં તેની એકીકૃત ખોટ વધીને રૂ. 839 કરોડ થઈ ગઈ છે. પેટીએમના રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, કંપનીએ અગાઉના નાણાકીય વર્ષ 2023-24ના સમાન ત્રિમાસિક ગાળામાં કુલ રૂ. 358.4 કરોડનું નુકસાન કર્યું હતું.

આ સિવાય, પેટીએમની એકીકૃત (કોન્સોલિડેટેડ) આવક 30 જૂનના રોજ પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 33.48 ટકા ઘટીને રૂ. 1,639.1 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 2,464.2 કરોડ હતી.

તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પેટીએમ પર લેવામાં આવેલી કાર્યવાહીની અસર કંપનીના પરિણામો પર પડી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આરબીઆઈએ પેટીએમને તેનું બેંકિંગ યુનિટ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં આરબીઆઇએ નિયમોના પાલનમાં સતત ક્ષતિઓને કારણે પીટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો. સેન્ટ્રલાઈઝ્ડ બેંકની આ કાર્યવાહી બાદ પેટીએમનો સ્ટોક ખરાબ રીતે ઘટી ગયો હતો.

આ સમાચાર શેર કરો