મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

શુક્રવારે સેન્સેક્સ-નિફ્ટીમાં નેગેટીવ ક્લોઝિંગ, આ કારણે શેરબજારમાં જોવા મળ્યો ઘટાડો

વૈશ્વિક બજારો અને આઈટી શેરોમાં વધારો થવા છતાં ભારતીય શેરબજારમાં શુક્રવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. કં

શુક્રવારે સેન્સેક્સ-નિફ્ટીમાં નેગેટીવ ક્લોઝિંગ, આ કારણે શેરબજારમાં જોવા મળ્યો ઘટાડો

વૈશ્વિક બજારો અને આઈટી શેરોમાં વધારો થવા છતાં ભારતીય શેરબજારમાં શુક્રવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા મુજબ ન આવવા અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ 55 પોઈન્ટ ઘટીને 79,486ના સ્તરે અને નિફ્ટી પણ  51 પોઈન્ટ ગગડીને  24,148.20ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 27ના શેરમાં ઘટાડો થયો હતો જ્યારે 23ના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. 

આ પણ વાંચો: રોકાણકારોએ 2-3 મહિનાના ઘટાડા માટે તૈયાર રહેવું જોઈએ! ટ્રમ્પની જીત બાદ કોણે આપી ચેતવણી?

 

ટોપ લૂઝર્સ

સેન્સેક્સની 30 કંપનીઓમાં એશિયન પેઇન્ટ્સના શેરમાં સૌથી વધુ 2.62 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, એસબીઆઈ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, ટીસીએસ, અલ્ટ્રા સિમેન્ટ અને મારુતિના શેરમાં ઘટાડો નોંધાયો હતો.

ટોપ ગેનર્સ

બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ 2.69 ટકા વધીને બંધ થયો હતો. ઉપરાંત, ટાઇટન, ટેક મહિન્દ્રા, નેસ્લે ઇન્ડિયા, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી પોર્ટ્સ, જેએસડબ્લ્યુ અને સન ફાર્માના શેર નફામાં હતા.

શેરબજારમાં ઘટાડાનાં કારણો

ભારતીય શેરબજારમાં આજે વિવિધ કારણોસર ઘટાડો નોંધાયો હતો. ઘટાડાનું સૌથી મોટું અને પ્રથમ કારણ વિદેશી રોકાણકારો છે, જેઓ ભારતીય શેરબજારોમાંથી સતત નાણાં કાઢી રહ્યા છે. શેરબજારમાં ઘટાડાનું બીજું મોટું કારણ કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામો હતા, જે અત્યાર સુધી રોકાણકારોની અપેક્ષા મુજબના નથી. તે જ સમયે, ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના શેરના ઘટાડાએ પણ બજારને નીચે તરફ ખેંચ્યું હતું.

આ સમાચાર શેર કરો