મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

મુહૂર્ત ટ્રેડિંગ 2025: 5 વર્ષથી સતત શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ, નિષ્ણાતોના મતે આ વખતે...

દિવાળીના શુભ પ્રસંગે આ વર્ષે દલાલ સ્ટ્રીટ ઉત્સાહથી ભરપૂર રહેવ

મુહૂર્ત ટ્રેડિંગ 2025: 5 વર્ષથી સતત શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ, નિષ્ણાતોના મતે આ વખતે...

દિવાળીના શુભ પ્રસંગે આ વર્ષે દલાલ સ્ટ્રીટ ઉત્સાહથી ભરપૂર રહેવાની તૈયારીમાં છે. દર વર્ષની જેમ, રોકાણકારો નવા વિક્રમ સંવત વર્ષ ૨૦૮૨ની શરૂઆત મુહૂર્ત ટ્રેડિંગ સાથે કરશે., જે હિન્દુ કેલેન્ડર મુજબ નવા વર્ષની શરૂઆત દર્શાવે છે. આ ખાસ સત્ર રોકાણકારો માટે પરંપરાનો ભાગ જ નથી પણ નવા વર્ષની શુભ શરૂઆતનું પ્રતીક પણ છે. ઐતિહાસિક રીતે, દિવાળી પર યોજાયેલા આ ટ્રેડિંગ સત્ર દરમિયાન ભારતીય શેરબજારમાં ઘણીવાર વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે આ વખતે પણ બજારમાં સકારાત્મક વલણ જોવા મળી શકે છે, કારણ કે વર્તમાન આર્થિક વાતાવરણમાં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે.

છેલ્લા 5 પર્ષથી પોઝિટિવ ટ્રેન્ડ

જો આપણે છેલ્લા પાંચ વર્ષના ડેટા પર નજર કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને દર વખતે પોઝીટીવ બંધ થયા છે. સંવત 2077માં, 14 નવેમ્બર, 2020ના રોજ, સેન્સેક્સ 195 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 60 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.

સંવત 2078 માં, 4 નવેમ્બર, 2021ના રોજ, સેન્સેક્સ 296 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 88 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.

સંવત 2079માં, 24 ઓક્ટોબર, 2022ના રોજ, સેન્સેક્સ 525 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 155 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.સંવત 2080માં, 12 નવેમ્બર, 2023ના રોજ, સેન્સેક્સ 355 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 100 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો.

જ્યારે સંવત 2081માં, 1 નવેમ્બર, 2024ના રોજ, સેન્સેક્સ 335 પોઈન્ટના વધારા સાથે 79,724 પર અને નિફ્ટી 99 પોઈન્ટના વધારા સાથે 24,304 પર બંધ થયો હતો. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ શુભ દિવાળી સીઝન દરમિયાન બજાર સામાન્ય રીતે સકારાત્મક બનીસ રહે તેવી સંભાવના છે.

નિષ્ણાતોની આશા

બજારના નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગમાં સતત સકારાત્મક વલણો જોવા મળ્યા છે. જીએસટી સુધારા, કર રાહત, વ્યાજ દરમાં ઘટાડો અને ઘટતો ફુગાવો જેવા પરિબળો આ વખતે પણ બજારની ભાવનાને મજબૂત રાખશે. ઘટતો ફુગાવો, સારી ચોમાસાની સ્થિતિ અને રિઝર્વ બેંકના સુધારાના પગલાં વપરાશ-આધારિત ક્ષેત્રોમાં તેજી તરફ દોરી જશે.

છેલ્લા પાંચ વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગમાં બજારનો દેખાવ

સંવત વર્ષ તારીખ સેન્સેક્સમાં વધારો નિફ્ટીમાં વધારો
2077 14 નવેમ્બર,2020 +195 પોઈન્ટ (0.45%) +60 પોઈન્ટ (0.47%)
2078 4 નવેમ્બર, 2021 +296 પોઈન્ટ (0.49%) +88 પોઈન્ટ (0.49%)
2079 24 ઓક્ટોબર, 2022 +525 પોઈન્ટ (0.88%) +155 પોઈન્ટ (0.88%)
2080 12 નવેમ્બર, 2023 +355 પોઈન્ટ (0.55%) +100 પોઈન્ટ (0.52%)
2081 1 નવેમ્બર, 2024 +335 પોઈન્ટ (0.42%) +99 પોઈન્ટ (0.41%)

આ સમાચાર શેર કરો