મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Budget 2025: કેન્સરની દવાઓ સસ્તી થશે, 36 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી નાબૂદઃ જાણો મેડિકલ ક્ષેત્રને શું મળ્યું

લોકસભામાં વર્ષ 2025-26નું બજેટ ભાષણ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારૂ ફો

Budget 2025: કેન્સરની દવાઓ સસ્તી થશે, 36 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યૂટી નાબૂદઃ જાણો મેડિકલ ક્ષેત્રને શું મળ્યું

લોકસભામાં વર્ષ 2025-26નું બજેટ ભાષણ રજૂ કરતાં નિર્મલા સીતારમણે કહ્યું કે અમારૂ ફોકસ GYAN પર છે. GYANનો અર્થ-ગરીબ,યુવા,અન્નદાતા અને નારી શક્તિ.નાણાંમંત્રીએ કહ્યું કે 10 વર્ષમાં અમે બહુમુખી વિકાસ કર્યો છે. આ બજેટ 2025 ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તદુપરાંત એમએસએમઈ, ઈન્વેસ્ટમેન્ટ, નિકાસ પર પણ સુધારા જાહેર કરાશે.
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 36 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. તમામ સરકારી હોસ્પિટલોમાં કેન્સર ડે કેર સેન્ટર બનાવવામાં આવશે. કેન્સરની સારવાર માટેની દવાઓ સસ્તી થશે. 6 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરવામાં આવશે. ગંભીર બીમારીઓની દવાઓ કસ્ટમ ફ્રી થશે. નાણામંત્રીએ કહ્યું કે રેર ડિસિસથી પીડિત લોકો માટે દવા પુરી રીતે કસ્ટમ ફ્રી કરવામાં આવશે.

વીમા ક્ષેત્ર અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, વીમા ક્ષેત્રે 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા વધારીને 100 ટકા કરવામાં આવી છે.

 લાખ કરોડ રૂપિયાનું અર્બન ચેલેન્જ ફંડ બનાવવામાં આવશે.

તબીબી શિક્ષણ ક્ષેત્રે પણ રોકાણ કરવામાં આવશે. સરકારે બેઠકો વધારી છે.
આવતા વર્ષે 10 હજાર વધારાની બેઠકો ઉમેરવામાં આવશે.
આગામી પાંચ વર્ષમાં 75 હજાર બેઠકો વધારવામાં આવશે.
તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર શરૂ કરવામાં આવશે. 
દેશમાં 200 ડે-કેર કેન્સર સેન્ટર બનાવવામાં આવશે.
તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ સસ્તી થશે.
6 જીવનરક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી 5% ઘટાડી.
37 અન્ય દવાઓ અને 13 દર્દી સહાય કાર્યક્રમોને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે અને વિઝા નિયમો હળવા કરવામાં આવશે.
તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર આપવામાં આવશે. 2025-26માં 200 કેન્દ્રો બનાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો