મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Maruti Suzuki Price Hike: નવી કાર ખરીદવી થશે મોંઘી! મારુતિ ભાવ વધારવાની તૈયારીમાં, જાણો બુકિંગ કરાવી ચુકેલા ગ્રાહકોને શું થશે ફાયદો?

Maruti Suzuki Price Hike: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા કાચા માલના ભાવ વધવાને કારણે કારના ભાવમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે, એમ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) પાર્થો બેનર્જીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જીએસટીના દરો ઘટવાના કારણે બજારમાં માગ મજબૂત છે. પરંતુ ઉત્પાદનની ક્ષમતા મર્યાદિત હોવાને કારણે કંપની પાસે હાલમાં 1.75 લાખ પેન્ડિંગ ઓર્ડર છે. ફક્ત જાન્યુઆરીમાં જ કંપનીને 2.78 લાખ બુકિંગ મળ્યા હતા, એમ પાર્થોએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું. પીટીઆઇના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બેનર્જીએ જણાવ્યું હતું કે, કોમોડિટી મોર

Maruti Suzuki Price Hike: નવી કાર ખરીદવી થશે મોંઘી! મારુતિ ભાવ વધારવાની તૈયારીમાં, જાણો બુકિંગ કરાવી ચુકેલા ગ્રાહકોને શું થશે ફાયદો?

Maruti Suzuki Price Hike: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા કાચા માલના ભાવ વધવાને કારણે કારના ભાવમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે, એમ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) પાર્થો બેનર્જીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જીએસટીના દરો ઘટવાના કારણે બજારમાં માગ મજબૂત છે. પરંતુ ઉત્પાદનની ક્ષમતા મર્યાદિત હોવાને કારણે કંપની પાસે હાલમાં 1.75 લાખ પેન્ડિંગ ઓર્ડર છે. ફક્ત જાન્યુઆરીમાં જ કંપનીને 2.78 લાખ બુકિંગ મળ્યા હતા, એમ પાર્થોએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું.

પીટીઆઇના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બેનર્જીએ જણાવ્યું હતું કે, કોમોડિટી મોરચે ભાવો વધી રહ્યા છે. ખાસ કરીને કિંમતી ધાતુ (પ્રેશિયસ મેટલ)માં સખત ભા વધ્યા છે. ભૂ-રાજનીતિક પરિસ્થિતિઓને જોતા કંપની આ તમામ માહોલ પર નજર રાખી રહી છે. પરંતુ ભવિષ્યમાં ભાવ વધારાની સમીક્ષા કરવી પડશે. કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે, ઈનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે નજીકના ભવિષ્યમાં ભાવ વધારાની શક્યતા અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેઓ આ વાત કહી રહ્યા હતા. તેમણે ઉમેર્યું, "એક માર્કેટ લીડર તરીકે, અમે હંમેશા અમારા ગ્રાહકો પર ખર્ચની અસર ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ. અમારી સપ્લાય ચેઇન અને ઉત્પાદન ટીમો સાથે મળીને કામ કરી રહી છે કે કંપની વધેલા કોમોડિટી ખર્ચમાંથી કેટલી રકમનો બોજ ઉપાડી શકે છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો ચોક્કસ મર્યાદાથી વધુ વધતા ખર્ચને પચાવવાનું મુશ્કેલ બને છે, તો તેનો બોજ ગ્રાહકો પર નાખવો પડશે.

મારુતિ સુઝુકીએ 'ભાવ સુરક્ષા યોજના' શરૂ કરી
તેમણે સંભવિત ભાવ વધારાની સમયમર્યાદા અંગે કોઈ સ્પષ્ટ તારીખ આપી ન હતી, પરંતુ કહ્યું હતું કે કંપનીએ જાન્યુઆરીમાં એવા ગ્રાહકો માટે 'કિંમત સુરક્ષા યોજના પ્રાઇસ પ્રટેક્શન સ્કીમ' શરૂ કરી છે, જેમણે કાર બુક કરાવી છે પરંતુ હજુ સુધી ડિલિવરી મળી નથી, તેમના આ ભાવ વધારો લાગુ પડશે નહીં. તેમણે કહ્યું કે, પહેલી વખત ફોર વ્હીલર ખરીદનારા ગ્રાહકો આવી રહ્યા છે. અને તેમને અપગ્રેડ કરવાની તક આપવી મહત્વપૂર્ણ છે. તેથી, જે ગ્રાહકોએ પહેલાથી જ બુકિંગ કરાવ્યું છે તેમના માટે કિંમતોમાં વધારો કરવામાં આવશે નહીં. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટી 2.0ના અમલીકરણ પછી, કંપનીએ ઘણા એન્ટ્રી-લેવલ મોડેલો પર કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.

જીએસટી 2.0માં એસ-પ્રેસોની કિંમતમાં ₹1,29,600, અલ્ટો K10ની કિંમતમાં ₹1,07,600, સેલેરિયોની કિંમતમાં ₹94,100 અને -Rનીવેગન કિંમતમાં ₹79,600 નો ઘટાડો કરવામાં આવ્યો છે. પેસેન્જર વ્હીકલ્સ ઈન્ડસ્ટ્રીના ભવિષ્ય પર પૂછેલા સવાલના જવાબમાં બેનર્જીએ જણાવ્યું હતું કે, ઓટો ઉદ્યોગ 6-7 ટકાના સીએજીઆર પર પાછો ફરી શકે છે, પરંતુ કોમોડિટીના ભાવમાં ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને, ભૂ-રાજકીય પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી જ વધુ સારા અંદાજ લગાવી શકાય છે. જોકે, GST 2.0 સુધારા અને બજેટ 2026-27માં માળખાગત સુવિધાઓ પર વધારાના મૂડીખર્ચની જાહેરાતથી ઓટો ઉદ્યોગને જે પ્રોત્સાહન મળ્યું છે તે ઓટો ક્ષેત્રને મજબૂત વેગ આપશે.
અત્યાર સુધીના માસિક વેચાણમાં રેકોર્ડ વધારો

જાન્યુઆરીમાં, કંપનીએ તેનું સૌથી વધુ માસિક વેચાણ 236,963 યુનિટ નોંધાવ્યું હતું. તેમણે કહ્યું કે કંપનીને 278,000 થી વધુ બુકિંગ મળ્યા છે, જે વર્ષ-દર-વર્ષની તુલનામાં 25 ટકાનો વધારો દર્શાવે છે. બજારમાં દરરોજ આશરે 9,000થી 10,000 બુકિંગ મળી રહ્યા છે. કંપનીની નિકાસ પણ જાન્યુઆરીમાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી, જે ગયા મહિને 51,020 યુનિટ પર પહોંચી હતી, જે અત્યાર સુધીનો સૌથી વધુ માસિક આંકડો છે.

કંપનીની નવી લોન્ચ થયેલી એસયુવી, વિક્ટોરીસે પાંચ મહિનામાં 50,000 વેચાણનો આંકડો વટાવી દીધો છે. ઉત્પાદન ક્ષમતા અંગે, તેમણે કહ્યું કે નવી ક્ષમતા કાર્યરત થાય ત્યાં સુધી કંપનીએ થોડા મહિનાઓ માટે મર્યાદાઓ સાથે કામ કરવું પડશે. મારુતિ સુઝુકીનો હરિયાણાના ખારખોડામાં બીજો પ્લાન્ટ એપ્રિલ 2026 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. આ પછી ગુજરાત પ્લાન્ટમાં ચોથી ઉત્પાદન લાઇન શરૂ થશે. આનાથી કંપનીની કુલ ક્ષમતામાં દર વર્ષે 5 લાખ યુનિટનો વધારો થશે. ઈ-વિતારાના સ્થાનિક લોન્ચ અંગે, તેમણે કહ્યું કે ઈલેક્ટ્રિક  આ એસયુવી મહિને બજારમાં આવશે અને તેનું વિતરણ શરૂ થઈ ગયું છે.

આ સમાચાર શેર કરો