ભારત-અમેરિકાના વેપાર સોદા પછી અંબાણી-અદાણી પર બજારનો વિશ્વાસ પાછો ફર્યો!
ભારત અને અમેરિકાની વચ્ચે લાંબા ઇન્તજાર બાદ થયેલી ડીલે બજારનો મૂડ એક ઝટકામાં બદલી નાંખ્ય

ભારત અને અમેરિકાની વચ્ચે લાંબા ઇન્તજાર બાદ થયેલી ડીલે બજારનો મૂડ એક ઝટકામાં બદલી નાંખ્યો. મહિનાઓથી ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે, આ કરારથી રોકાણકારોમાં નવો વિશ્વાસ જાગ્યો. તેની સૌથી મોટી અસર ભારતના બે અગ્રણી ઉદ્યોગપતિઓ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓ પર જોવા મળી.
શેરબજારમાં તેજી
મુંબઈ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડિંગ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર લગભગ 7.1 ટકા વધ્યા, જે બે વર્ષમાં તેમનો સૌથી મોટો ઉછાળો છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 11.9 ટકાનો ઉછાળો આવ્યો. નવેમ્બર 2024 પછી શેરમાં આ સૌથી ઝડપી વધારો હોવાનું માનવામાં આવે છે. બજારે સ્પષ્ટપણે આ સોદાને રાહતના સમાચાર તરીકે લીધો.
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવા સંમત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, નવા વેપાર કરાર હેઠળ, ભારત પર લાદવામાં આવેલ 50 ટકાનો ભારે ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવશે. બદલામાં, ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવા સંમત થયું છે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે.
અંબાણી અને અદાણી પરનું દબાણ ઓછું થયું
આ વેપાર કરારની સંપૂર્ણ શરતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, આ કરાર છેલ્લા એક વર્ષથી અંબાણી અને અદાણી જૂથો પર રહેલી ચિંતાઓને દૂર કરે તેવું લાગે છે. બંને ઉદ્યોગપતિઓ વિવિધ કારણોસર યુએસ તપાસ એજન્સીઓ અને નીતિ નિર્માતાઓની તપાસ હેઠળ હતા, જેના કારણે તેમની કંપનીઓ પર દબાણ વધ્યું હતુ.
રશિયન તેલ વિવાદમાં રિલાયન્સને રાહત મળી
છેલ્લા કેટલાક મહીનાઓથી અમેરિકાના ટોચના અધિકારીઓએ ભારત દ્વારા રશિયન ક્રુડ ઓઇલ ખરીદવા પર નારાજગી દર્શાવી હતી. આ સમયગાળા દરમિયાન, રિલાયન્સ જેવી મોટી ઉર્જા કંપનીઓને પણ આડકતરી રીતે નિશાન બનાવવામાં આવી હતી. હવે, આ વેપાર સોદો રિલાયન્સ માટે વેનેઝુએલાથી તેલ આયાત કરવાના દરવાજા ખોલી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની વેનેઝુએલાને રશિયન તેલના વિકલ્પ તરીકે જોઈ રહી છે, પરંતુ અંતિમ નિર્ણય લેતા પહેલા ભારત અને યુએસ બંને સરકારોનું માર્ગદર્શન લઈ રહી છે.
કાનૂની મોરચે અદાણી માટે આશા
ભારત-અમેરિકા સંબંધોમાં સુધારો અદાણી જૂથ પર પણ અસર કરી શકે છે. જાણકારોનું કહેવું છે કે, આનાથી યુ.એસ.માં ચાલી રહેલા લાંચ કેસનો ઉકેલ લાવવામાં મદદ મળી શકે છે. યુ.એસ. નિયમનકારી સંસ્થા દ્વારા તાજેતરમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં એક મુખ્ય પ્રક્રિયાગત અવરોધ પણ દૂર થયો છે, જેનાથી આગળની કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે. ગુમાવેલી સંપત્તિમાંથી કેટલીક રકમ ભરપાઈ થઈ ગઈ છે.
મંગળવારના શેરબજારમાં આવેલી તેજીએ અંબાણી અને અદાણીની સંપત્તિમાં તાજેતરના ઘટાડાને આંશિક રીતે સરભર કરી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, 2026 માં અત્યાર સુધીમાં તેમની સંયુક્ત સંપત્તિમાં લગભગ $24 બિલિયનનો ઘટાડો થયો છે. જો કે, આ ઉછાળા છતાં, રિલાયન્સના શેર આ વર્ષે હજુ પણ લગભગ 8 ટકા નીચે છે.








