Video: દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં નવ વર્ષ બાદ સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ

સોર્સ: gstv

દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2026 પૂર્ણ થતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. વર્ષ 2017 પછી પ્રથમ વખત મુહૂર્ત ટ્રેડિંગના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર બંધ રહ્યા છે. સેન્સેક્સ 29 પોઈન્ટના ઘટાડા સાથે 80,999.40 પર, જ્યારે નિફ્ટી 43.95 પોઈન્ટ ઘટીને 24,986.40 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 414 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટ સુધી ઉછળ્યા હતા, પરંતુ અંતે તેજી જાળવી શક્યા નહોતા. શેરોની વાત કરીએ તો SBI લાઈફ, ઈન્ડિગો અને એરટેલના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સન ફાર્માના શેરમાં આશરે ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત