જાણો કોણ છે ગૌતમ અદાણીનો ભત્રીજો સાગર, જેના પર છે લાંચ લેવાનો આરોપ
ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીનું નામ પણ એ સાત લોકોમાં સામેલ છે જેમના પર લાંચ લેવાન

ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીનું નામ પણ એ સાત લોકોમાં સામેલ છે જેમના પર લાંચ લેવાનો આરોપ છે. સાગર અદાણી અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. ગૌતમ અદાણી અને તેના સિનિયર અધિકારીઓ પર અમેરિકી રોકાણકારો અને વૈશ્વિક નાણા સંસ્થાઓ પાસેથી ખોટા અને ભ્રામક નિવેદનોના આધાર પર ભંડોળ પ્રાપ્ત કરવાની અબજો ડોલરની યોજનામાં તેમની કથિત ભૂમિકા માટે અમેરિકાની અદાલતમાં આરોપ લગાવવામાં આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટસ એટોર્ની ઓફિસ, ઇસ્ટર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ ન્યૂયોર્ક અનુસાર લાંચ અને છેતરપિંડીના આરોપ બ્રુકલીનની એક ફેડરલ કોર્ટમાં લગાવવામાં આવ્યો હતો. જે સાત લોકો પર લાંચ રૂશ્વતનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમાં ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીનું પણ નામ છે.
આ પણ વાંચો: PF એકાઉન્ટને આધાર OTPથી કરવું પડશે વેરિફાઈ, થશે આ મોટા ફાયદા
આમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, લગભગ 2020 અને 2024 વચ્ચે પ્રતિવાદીઓએ ભારત સરકારની સાથે આકર્ષક સોલર એનર્જીના કોન્ટ્રેક્ટ મેળવવા ભારતીય સરકારી અધિકારીઓને 25 કરોડ ડોલરથી વધુની લાંચ આપવા પર સહમતિ વ્યક્ત કરી, જેનાથી લગભગ 20 વર્ષના સમયગાળામાં કરવેરા બાદ બે અબજ ડોલરથી વધુ નફો થવાનું અનુમાન હતું.
કોણ છે સાગર અદાણી?
સાગર અદાણી ગૌતમ અદાણીના ભાઇ રાજેશ અદાણીના દીકરા છે. અદાણી ગ્રુપની સ્થાપના વખતથી જ રાજેશ અદાણી આ ગ્રુપનો હિસ્સો છે. સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર છે તે એના પિતા રાજેશ અદાણી ડાયરેક્ટર છે. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં સ્નાતક કર્યા બાદ તે આ કંપનીમાં જોડાયા હતાં. અદાણી ગ્રીન એનર્જીના સોલર અને વિન્ડ એનર્જી પોર્ટફોલિયોના વિસ્તરણનું શ્રેય સાગર અદાણીને આપવામાં આવે છે.
કંપનીની વેબસાઇટમાં દર્શાવ્યા પ્રમાણે સાગર અદાણી ગ્રુપની વ્યૂહરચના, નાણા અને ડાયમેનિક વિકકાસની દેખરેખ કરે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ગૌતમ અદાણીના ઉત્તરાધિકારીના રૂપમાં જે ચાર નામની ચર્ચા થાય છે તેમાં સાગર અદાણીનું પણ નામ છે. આ ઉપરાંત ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી, કરન અદાણી અને પિતરાઇ પ્રણવ અદાણીનું પણ નામ ચર્ચાય છે.
આ પણ વાંચો: તમારી પત્ની માટે કરો આ અગત્યનું કામ, તમારા જીવનભરની કમાણી રહેશે સુરક્ષિત
અદાણી ગ્રુપ પર આરોપ લાગ્યા બાદ કેન્યા સરકારે સૂચિત નૈરોબી એરપોર્ટ વિસ્તરણનો પ્રોજેક્ટ અને અદાણી ગ્રુપ સાથે જોડાયેલો વીજ પ્રોજેક્ટ રદ કરી નાંખી છે. ગુરૂવારે સંખ્યાબંધ મીડિયા રિપોર્ટમાં આ જણકારી આપવામાં આવી હતી. આ રિપોર્ટ અનુસાર કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ સંબંધિત સરકારી વિભાગોને સોદો રદ કરવાનો આદેશ આ્પ્યો હતો. રૂટોએ પોતાના રાષઅટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય અમારી તપાસ એજન્સીઓ અને ભાગીદાર દેશો દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતિના આધારે લેવામાં આવ્યો છે.








