મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

જાણો, આ અઠવાડિયામાં 3 દિવસ BSE-NSEમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય!

આ સપ્તાહમાં ભારતીય શેરબજારમાં 4 દિવસ જ ટ્રેડિંગ થશે. BSE અને NSEમાં ટ્રેડિંગ 11 ઓગસ્ટથી 14 ઓ

જાણો, આ અઠવાડિયામાં 3 દિવસ BSE-NSEમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય!

આ સપ્તાહમાં ભારતીય શેરબજારમાં 4 દિવસ જ ટ્રેડિંગ થશે. BSE અને NSEમાં ટ્રેડિંગ 11 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી ચાલશે, જ્યારે બજારો 15, 16 અને 17 ઓગસ્ટે બંધ રહેશે. 15 ઓગસ્ટે દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે, જેના કારણે તે દિવસે જાહેર રજા રહેશે. આ પછી, શનિવાર અને રવિવાર (16-17 ઓગસ્ટ) ના કારણે બજારો બંધ રહેશે.


National Stock Exchange(NSE)ના ટ્રેડિંગ હોલિડે કેલેન્ડર મુજબ, ઓગસ્ટમાં બે મુખ્ય તહેવારો પર બજાર બંધ રહેશે:

15 ઓગસ્ટ, શુક્રવાર - સ્વતંત્રતા દિવસ

27 ઓગસ્ટ, બુધવાર - ગણેશ ચતુર્થી

આ 2 દિવસ સુધી સ્ટોક માર્કેટ બંધ રહેશે. આ સહિત, 2025માં અન્ય મુખ્ય રજાઓ પણ છે જેમાં શેર બજાર બંધ રહેશે. આ રજાઓની યાદી નીચે દર્શાવ્યા મુજબ છે.

2 ઓક્ટોબર - ગાંધી જયંતિ / દશેરા

21 ઓક્ટોબર – દિવાળી લક્ષ્મી પૂજન (સાંજે મુહૂર્ત વેપાર થઈ શકે છે)

22 ઓક્ટોબર - બલિપ્રતિપદા

5 નવેમ્બર – પ્રકાશ પર્વ (ગુરુ નાનક દેવજીનો જન્મદિવસ)

25 ડિસેમ્બર - ક્રિસમસ

આ દિવસોમાં કોમોડિટી અને કરન્સી બજારો પણ બંધ રહેશે. Multi Commodity Exchange(MCX) અને કરન્સી ડેરિવેટિવ્ઝ બજારો 15 ઓગસ્ટ અને 27 ઓગસ્ટના રોજ બંધ રહેશે.

સેન્સેક્સ અને નિફ્ટી થયા વધારા સાથે બંધ

11 ઓગસ્ટના રોજ સેન્સેક્સ અને નિફ્ટીએ મજબૂતાઈ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. સેન્સેક્સ 746.29 પોઈન્ટ અથવા 0.93%ના વધારા સાથે 80,604.08 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી 50,221.75 પોઈન્ટ અથવા 0.91%ના વધારા સાથે 24,585.05 પર બંધ થયો. બેંક નિફ્ટી પણ લગભગ 1%ના વધારા સાથે 55,510ની ઉપર બંધ થયો.

વૈશ્વિક બજારોમાં મિશ્ર પ્રતિભાવ વચ્ચે, ભારતીય રોકાણકારો જુલાઈ મહિના માટે Consumer Price Index(CPI)ના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે બજારની દિશા નક્કી કરી શકે છે.

આ સમાચાર શેર કરો