શેરબજારમાં LICને થયું ભારે નુકસાન, જુલાઈમાં અત્યાર સુધી 40 હજાર કરોડથી વધુ ડૂબ્યા
ભારતની સૌથી મોટી વીમા કંપની અને સ્થાનિક રોકાણકાર Life Insurance Corporporation(LIC)

ભારતની સૌથી મોટી વીમા કંપની અને સ્થાનિક રોકાણકાર Life Insurance Corporporation(LIC)ને શેરબજારની પીછેહઠના કારણે જુલાઈ 2025માં મોટું નુકસાન થયું છે. બજારમાં સતત ઘટાડાને કારણે, તેના રોકાણનું મૂલ્ય ઘટ્યું છે.
LICને શેરબજારમાં ફટકો
LICના રોકાણના મૂલ્યમાં રૂ. 46,000 કરોડનો ઘટાડો થયો છે. 30 જૂન, 2025ના રોજ, કુલ 322 કંપનીઓમાં LICના હિસ્સાનું મૂલ્ય રૂ.16.10 લાખ કરોડ હતું, જે 25 જુલાઈ સુધીમાં ઘટીને રૂ. 15.64 લાખ કરોડ થઈ ગયું હતું. જોકે, સારી વાત એ છે કે LICનું મૂલ્ય એપ્રિલ 2025માં શેરબજાર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શ્યું હતું તેના કરતાં રૂ. 1.94 લાખ કરોડ વધ્યુ છે.
LICને વધુ નુકસાન ક્યાં થયું?
LICને સૌથી વધુ નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરફથી થયું છે. જુલાઈમાં આ કંપનીના શેરમાં 7.2%ના ઘટાડાથી LICના રોકાણમાં રૂ.10,180 કરોડનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, 4 IT કંપનીઓ TCS, Infosys, HCL Techno અને Tech Mahindraમાં સંયુક્ત નુકસાન રૂ. 15,321 કરોડનું હતું. આ ઉપરાંત઼ Larsen, Bharti Artel અને ITC જેવા મોટા શેરોએ પણ LICના હિસ્સાના મૂલ્યમાં ઘટાડામાં મોટી ભૂમિકા ભજવી હતી.
કેટલીક કંપનીઓએ પોર્ટફોલિયોને થોડી રાહત આપી હતી જેમાં, HULમાં રૂ. 1,821 કરોડ, ICICI બેંકમાં રૂ. 1,507 કરોડ, State Bankમાં રૂ. 1,133 કરોડ તેમજ mahindra & Mahindra, Ambuja Cement, Patanjali Foods, ITC Hotels, UPL વગેરેએ કુલ રૂ. 760 કરોડનો નફો કર્યો હતો.






