IRCTCની વેબસાઇટ ડાઉન, રેલ્વેની ટિકિટ બુક ના થતા લોકો પરેશાન; સોશિયલ મીડિયા પર ઠાલવ્યો ગુસ્સો
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ થોડા સમય માટે ડાઉનટાઇમનો સામનો

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ થોડા સમય માટે ડાઉનટાઇમનો સામનો કરવો પડ્યો હતો. દિવાળી અને છઠ્ઠ પૂજા પહેલા ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરતા હજારો યૂઝર્સ પરેશાન થયા હતા. વેબસાઇટ પર એક મેસેજ બતાવતું હતું કે This Site is currently unreachable please try after some time. એટલે કે આ સાઇટ અત્યારે પહોંચની બહાર છે કૃપયા થોડા સમય પછી પ્રયાસ કરો. દિવાળી પહેલા પણ આ રીતની સમસ્યા જોવા મળી હતી.
દિવાળીની રજામાંથી પરત ફરવા અને છઠ પૂજા માટે જતા લોકોને તત્કાલ ટિકિટ બુકિંગ કરવામાં સમસ્યા આવી હતી. માનવામાં આવે છે કે સવારે બુકિંગ શરૂ થતા જ મુસાફરોની મોટી સંખ્યાએ સાઇટ પર દબાણ આવ્યું હતું જેને કારણે સિસ્ટમ ક્રેશ થઇ ગઇ હતી. આ કારણે IRCTCની વેબસાઇટ ડાઉન થઇ હતી.
સોશિયલ મીડિયા પર પરેશાન યૂઝર્સે સાઇટ ડાઉન કે એરર મેસેજના સ્ક્રીનશોટ શેર કર્યા હતા.






