મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

જુલાઈની સાપેક્ષમાં ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.31 ટકા થયો

સસ્તી શાકભાજી, ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણને કારણે ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (હોલ સેલ પ્રા

જુલાઈની સાપેક્ષમાં ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 1.31 ટકા થયો

સસ્તી શાકભાજી, ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણને કારણે ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (હોલ સેલ પ્રાઇસ ઇન્ડેક્સ) આધારિત ફુગાવો સતત બીજા મહિને ઘટીને 1.31 ટકા થયો હતો. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.

સરાકારી  આંકડા પ્રમાણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો આ વર્ષે જુલાઇ માસમાં 2.04 ટકા હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં  તે માઇનસ 0.46 ટકા હતો.  ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓગસ્ટ 2024માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ ઉત્પાદન અને મશીનરી અને સાધનો વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે."

ઓગસ્ટમાં ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર 3.11 ટકા હતો

માહિતી અનુસાર, ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર ઓગસ્ટમાં 3.11 ટકા હતો, જે જુલાઈમાં 3.45 ટકા હતો. આ શાકભાજીના ભાવમાં ઘટાડાનું કારણ હતું, જેમાં જુલાઈમાં 8.93 ટકાની સરખામણીએ ઓગસ્ટમાં 10.01 ટકા ડિફ્લેશન નોંધાયું હતું.

આ સિવાય બટાટા અને ડુંગળીનો મોંઘવારી દર ઓગસ્ટમાં 77.96 ટકા અને 65.75 ટકાના ઉચ્ચ સ્તરે રહ્યો હતો. ઈંધણ અને પાવર કેટેગરીમાં ઓગસ્ટમાં 0.67 ટકાનો ડિફ્લેશન જોવા મળ્યો હતો જે જુલાઈમાં 1.72 ટકા હતો.

ગયા અઠવાડિયે જારી કરાયેલા ડેટા દર્શાવે છે કે શાકભાજીના ઊંચા ભાવને કારણે ઓગસ્ટમાં છૂટક ફુગાવો 3.65 ટકા હતો. જુલાઈમાં આ 3.60 ટકાથી વધુ હતું.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓગસ્ટમાં સતત નવમી વખત બેન્ચમાર્ક વ્યાજ દર અથવા રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. નાણાકીય નીતિ ઘડતી વખતે મધ્યસ્થ બેન્ક મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે.

આ સમાચાર શેર કરો