મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

અમેરિકામાં ટ્રમ્પ સરકારથી ભારતીય શેરબજારમાં આવી તેજીની લહેર, IT શેરોમાં ઉછાળો

બુધવારે શેરબજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો અને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્

અમેરિકામાં ટ્રમ્પ સરકારથી ભારતીય શેરબજારમાં આવી તેજીની લહેર, IT શેરોમાં ઉછાળો
બુધવારે શેરબજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો અને અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીતનું બજારે જોરદાર સ્વાગત કર્યું હતું. ટ્રમ્પની જીતનો જશ્ન મનાવતા નિફ્ટી 271 પોઈન્ટના ઉછાળા સાથે 24484ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ પણ 901 પોઈન્ટ ઉછળીને 80378ના સ્તર પર બંધ થયો હતો.   આજે સવારથી બજારમાં વધારો જોવા મળ્યો હતો, કારણ કે ટ્રમ્પ ટ્રેન્ડમાં આગળ હતા. તેઓ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ કરતા ઘણા આગળ હતા અને અંતે ટ્રમ્પ જીતી ગયા.   રિપબ્લિકન પાર્ટીના સૂત્ર 'ટ્રમ્પ તેને ઠીક કરશે' ભારતીય શેરબજારમાં પડઘા પડ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાના સમાચાર સાથે સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઉછળ્યો. આ સમયગાળા દરમિયાન આઈટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.   રિપબ્લિકન પાર્ટીના સૂત્ર 'ટ્રમ્પ વીલ ફિક્સ ઇટના' ભારતીય શેરબજારમાં પડઘા પડ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાના સમાચાર સાથે સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ઉછળ્યો. આ સમયગાળા દરમિયાન આઈટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.   જો આપણે નિફ્ટી 0 પેકમાંથી આજના ટોપ ગેઇનર્સ પર નજર કરીએ, તો તમામ લાર્જકેપ આઈટી શેરો ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક યાદીમાં હતા. તમામમાં 4% સુધીનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ 4 ટકા વધ્યો છે.   નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં 4%ના વધારામાં, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સે સૌથી વધુ 5%નો વધારો નોંધાવ્યો હતો. અન્ય આઇટી, શેરો એલટીટીએસ, ટીસીએસ, એલટીઆઇ માઇન્ડ ટ્રી, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને કોફોર્જ  લગભગ 4%ના ઉછાળા સાથે બંધ થયા છે.   ટ્રમ્પની જીતથી ડૉલર મજબૂત થશે, જે ભારતીય આઇટી કંપનીઓ માટે સકારાત્મક પરિબળ છે, એટલે જ આજે આઇટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.   અર્થ વ્યવસ્થાની સાથે સાથે વિદેશી નીતિઓના દ્રષ્ટિકોણથી, ભારતને ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી વધુ ફાયદો ઉઠાવનારા દેશોમાંનો એક માનવામાં આવી રહ્યો છે. નોમુરાના સોનલ વર્માએ જણાવ્યું હતું કે અમે ભારતને તેના સ્થાનિક માંગ-આધારિત વૃદ્ધિ મોડલ અને કોમોડિટીના નીચા ભાવ, સપ્લાય ચેઇન ફેરફારો અને વિદેશી નીતિના ફાયદાને કારણે સંબંધિત લાભાર્થી તરીકે જોઈએ છીએ.

આ સમાચાર શેર કરો