મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ફેડ રિઝર્વના રેટ ઘટાડાની આંધીથી શેરબજારમાં ખરાબીઃ સેન્સેક્સ 964 તો નિફ્ટી 247 પોઇન્ટ ગગડયું

ગુરુવાર 19 ડિસેમ્બરે સ્થાનિક શેરબજારો તીવ્ર ઘટાડા સાથે બંધ થયા હતા. બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સે

ફેડ રિઝર્વના રેટ ઘટાડાની આંધીથી શેરબજારમાં ખરાબીઃ સેન્સેક્સ 964 તો નિફ્ટી 247 પોઇન્ટ ગગડયું

ગુરુવાર 19 ડિસેમ્બરે સ્થાનિક શેરબજારો તીવ્ર ઘટાડા સાથે બંધ થયા હતા. બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાથી વધુ ઘટ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વની કડક ટિપ્પણી બાદ અમેરિકન શેરબજારોમાં આવેલા ભૂકંપના કારણે આ ઘટાડો આવ્યો છે.

ગુરુવારે 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 79,029.03 પર ખૂલ્યો હતો, જે એક હજારથી વધુ પૉઇન્ટના ઘટાડા સાથે હતો. ટ્રેડિંગ દરમિયાન તે 79,020.08 પોઈન્ટ પર સરકી ગયો. અંતે, સેન્સેક્સ 1.20% અથવા 964.15 પોઈન્ટ ઘટીને બંધ થયો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ ઘટીને 23,877.15 પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો. તે છેલ્લે 1.02% અથવા 247.15 પોઈન્ટ ઘટીને 23,951.70 પર બંધ થયો હતો.

આ પણ વાંચો : વોટ્સએપ લાવી રહ્યું છે ગ્રુપ ચેટમાં જોરદાર નવું ફીચર, જાણો તેમાં શું છે નવીન

ફેડરલ રિઝર્વનો વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય

યુએસ ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો કર્યો છે. હવે વ્યાજ દર 4.25% થી 4.5% વચ્ચે છે. જો કે, ફેડ એ સંકેત આપ્યો છે કે વધુ વ્યાજ દરમાં ઘટાડો ધીમો હોઈ શકે છે, જેનાથી રોકાણકારો સાવચેત રહે છે. તાજેતરના ફેડ રિપોર્ટ અનુસાર, 2025માં માત્ર બે વધુ કાપની શક્યતા છે, જ્યારે સપ્ટેમ્બરમાં ચાર કાપની અપેક્ષા હતી.

ગુરુવારે એશિયા-પેસિફિકના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વોલ સ્ટ્રીટ પર ભારે વેચવાલી બાદ ઘટાડો આવ્યો હતો. આ દરમિયાન સૌનું ધ્યાન જાપાન પર રહ્યું, જ્યાં બેન્ક ઓફ જાપાન (બીઓજે)એ તેની બે દિવસીય પોલિસી બેઠક પૂરી કરી અને વ્યાજ દરોને 0.25% પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો. ફેડએ કહ્યું કે આવતા વર્ષે માત્ર બે ક્વાર્ટરમાં કાપની શક્યતા છે. આ સમાચાર બાદ રોકાણકારોનું ટેન્શન વધી ગયું હતું અને અમેરિકન માર્કેટમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી, જેની અસર આજે ભારતીય શેરબજારમાં સ્પષ્ટ જોવા મળી હતી.

19 ડિસેમ્બરે શેરબજારમાં ઘટાડાનું કારણ

  • યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ફેડરલ રિઝર્વે 2024માં ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. ફેડરલ રિઝર્વના કાપના આ નિર્ણયથી નાણાકીય બજારોમાં અનિશ્ચિતતાનું મોજુ ફરી વળ્યું છે.
  • ડૉલર ઇન્ડેક્સ, જે મુખ્ય કરન્સી સામે યુએસ ડૉલરની મજબૂતાઈને માપે છે, તે બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયો નીચા સ્તરે જવાના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઈ છે.
  • એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ભારે ઘટાડાથી પણ બજાર નીચે ખેંચાઈ ગયું.
  • વિદેશી રોકાણકારો દ્વારા સ્થાનિક શેરબજારોમાંથી નાણાં ઉપાડવાના કારણે શેરબજારમાં પણ ઘટાડો થયો છે. એફઆઇઆઇએ 18 ડિસેમ્બરે રૂ. 1,316.81 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો