મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

Business: સેબીની ચેતવણીની અસર: રોકાણકારોએ મોટા પાયે કર્યો ઉપાડ, રિડેમ્પશન રેટમાં 3 ગણો વધારો થયો

સેબીની ચેતવણી બાદ ડિજિટલ ગોલ્ડ વેચતા ફિનટેક પ્લેટફોર્મ્સમાંથી

Business: સેબીની ચેતવણીની અસર: રોકાણકારોએ મોટા પાયે કર્યો ઉપાડ, રિડેમ્પશન રેટમાં 3 ગણો વધારો થયો

સેબીની ચેતવણી બાદ ડિજિટલ ગોલ્ડ વેચતા ફિનટેક પ્લેટફોર્મ્સમાંથી રોકાણકારોના એક્ઝિટમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે, એમ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ગયા અઠવાડિયે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ લોકોને આવી યોજનાઓ સામે ચેતવણી આપી હતી. ઘણા સહભાગીઓએ સ્વીકાર્યું કે આ સલાહથી પ્લેટફોર્મ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયા છે.

ડિજિટલ સોનાની યોજનાઓ બજાર નિયામકના દાયરામાંથી બહાર

8 નવેમ્બરે સેબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડિજિટલ સોનાની યોજનાઓ બજાર નિયામકના દાયરામાંથી બહાર છે. આનો અર્થ એ થયો કે નિયમનકાર સોનાની ભૌતિક હાજરી અને શુદ્ધતાની પુષ્ટિ કરવા માટે ફિનટેક પ્લેટફોર્મના પરંપરાગત તિજોરીઓનું નિરીક્ષણ કરી શકતું નથી, કારણ કે આ કંપનીઓ નિયમનકારી દેખરેખની બહાર કામ કરે છે.

"હવે પ્લેટફોર્મના વપરાશકર્તાઓ માટે સ્પષ્ટ થઈ ગયું છે કે આ અનિયંત્રિત યોજનાઓ છે," એક ફિનટેક કંપનીના સ્થાપકે નામ ન આપવાની શરતે જણાવ્યું. ભૌતિક સોનાની ઇન્વેન્ટરી અને તેની શુદ્ધતાનું ઓડિટ કરવા માટે કોઈ નિયમનકાર નથી, જે સમસ્યા બની શકે છે. સેબીએ જણાવ્યું હતું કે ભૌતિક સોનામાં રોકાણ કરવાના વિકલ્પ તરીકે ડિજિટલ અથવા ઇ-ગોલ્ડનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.

ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સ રોકાણકારો માટે ઉભા કરી શકે છો જોખમો

"આવી ડિજિટલ ગોલ્ડ સ્કીમ્સ સેબી દ્વારા નિયંત્રિત ગોલ્ડ સ્કીમ્સથી અલગ છે કારણ કે તે ન તો સિક્યોરિટીઝ તરીકે સૂચિત છે કે ન તો કોમોડિટી ડેરિવેટિવ્ઝ તરીકે નિયંત્રિત છે," બજાર નિયમનકારે ગયા અઠવાડિયે કહ્યું હતું. આ સંપૂર્ણપણે સેબીના કાર્યક્ષેત્રની બહાર કાર્ય કરે છે. આવા ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સ રોકાણકારો માટે નોંધપાત્ર જોખમો ઉભા કરી શકે છે અને તેમને કાર્યકારી જોખમોમાં મુકી શકે છે.

જોકે, કેટલાક અઠવાડિયાના વધારા પછી, સોનાના ભાવમાં ઘટાડો થયો છે. હવે ધ્યાન આ પ્લેટફોર્મ્સ યુઝર ડિપોઝિટના બદલામાં તેમના ગોલ્ડ વોલ્ટ્સનું સંચાલન કેવી રીતે કરે છે તેના પર કેન્દ્રિત થયું છે.

ઉદ્યોગના એક અન્ય જાણકારે જણાવ્યું હતું કે, "કંપનીઓ સંપૂર્ણ know your customer એટલે કે તમારા ગ્રાકને જાણો (KYC)ના ધોરણોનું પાલન કરી રહી છે કે કેમ અને વપરાશકર્તાઓના ભંડોળના સ્ત્રોત અંગે પણ ચિંતા છે કારણ કે તેઓ પૂરતા સુરક્ષા પગલાં વિના ડિજિટલ સોનું ખરીદી રહ્યા હોઈ શકે છે."

સોના ચાંદીના ઈટીએફ સલામત છે

ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હવે ધ્યાન સોના અને ચાંદીના ઇટીએફ (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ) પર છે કારણ કે તે નિયંત્રિત છે અને તેથી સલામત છે. એક કંપનીના સંસ્થાપકે જણાવ્યું હતું કે, સેબી ગોલ્ડ કે સિલ્વર ઇટીએફની રજૂઆત કરનારી ફર્મનું નિયમિત ઓડિટ કરે છે.  જો તમે ડિજિટલ સોનું હમણાં ખરીદો છો અને તેને તરત જ વેચો છો, તો તમને ઓછી કિંમત મળી શકે છે કારણ કે તેમાં જીએસટી અને કમિશનનો સમાવેશ થાય છે, જે  ઇટીએફ સાથે થતું નથી.

પરંતુ ફિનટેક કંપનીઓનું કહેવું છે કે તેઓ સોનાનો સંગ્રહ કરવા માટે અધિકૃત ગોલ્ડ લોજિસ્ટિક્સ ભાગીદારો સાથે કામ કરે છે અને ફક્ત તે ટેકનોલોજી પ્રદાન કરે છે જે વપરાશકર્તાઓને સોનામાં રોકાણ કરવા સક્ષમ બનાવે છે.

જાર અને ગુલ્લક જેવી વિશેષ ફીનટેક કંપનીઓની લોકપ્રિયતા વધી છે. જેમણે ઉપયોગકર્તાઓને ડિજિટલ સોનામાં નાની રકમનું રોકાણ કરવા સક્ષમ બનાવ્યા છે. પેટીએમ, ફોનપે અને અન્ય કંપનીઓએ પણ તેમના વપરાશકર્તાઓને ડિજિટલ સોનામાં રોકાણ કરવાની સુવિધા પૂરી પાડી છે.

આ સમાચાર શેર કરો