વર્ષ 2024ના TOP-10 ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સમાં કેટલા ગુજરાતી?
અભૂતપૂર્વ વૃદ્ધિ અને ઇનોવેશન્સના માપદંડ પ્રમાણે કેટલાક ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના અગ્

અભૂતપૂર્વ વૃદ્ધિ અને ઇનોવેશન્સના માપદંડ પ્રમાણે કેટલાક ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના અગ્રણીઓની દીર્ઘ દ્રષ્ટિથી ભારતના સ્ટાર્ટઅપ અને ઇકોસિસ્ટમનો જોરદાર વિકાસ થયો છે. વર્ષ 2024ના ટોપ 10 ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સમાં જેમના યોગદાનથી ભારતીય વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી સેક્ટરને પણ સારી રીતે આકાર આપવામાં મદદ મળી છે.
રાજન આનંદન પીક એક્સવી પાર્ટનર્સના મેનેજિંગ ડિરેક્ટર)
રાજન આનંદન ટેકનોલોજી અને માર્કેટ ટ્રેન્ડની ઉંડી સમજ સાથે ભારતના સૌથી આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને સમર્થન (બેકિંગ) આપવામાં મોખરે રહ્યા છે. રાજન પાસે વૃદ્ધિની સક્ષમતા ધરાવતી કંપનીઓને ઓળખવાની આવડત છે. તેમના વ્યૂહાત્મક માર્ગદર્શનથી અસંખ્ય સ્ટાર્ટઅપ્સને નવી ઊંચાઈઓ પર પહોંચવામાં મદદ મળી છે, જે તેમને ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં એક આદરણીય વ્યક્તિ બનાવે છે.
કાર્તિક રેડ્ડી (બ્લૂમ વેન્ચર્સ એડવાઇઝર્સના સહ-સ્થાપક)
કાર્તિક રેડ્ડીએ અપાર સંભાવનાઓ ધરાવતા નવા સ્ટાર્ટ અપ્સને શોધવાની એકધારી ક્ષમતા દર્શાવી છે. નવા પ્રયોગો પર ધ્યાન કેન્દ્રીત કરીને કાર્તિકે ભારતીય સ્ટાર્ટ અપ્સની નવી ઇકો સિસ્ટમને પોષવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. ઉદ્યોગ સાહસિકતા પ્રત્યેનું તેમનું ઝનૂન અને એક સહાયક માહોલને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાએ તેમને નવા ઉદ્યોગ સાહસિકોમાં લોકપ્રિય બનાવી દીધા છે.
કમલ મત્તા (એસેટિયન ફીનકોર્ન પ્રાઇવેટ લિમિટેડ)
કમલ મત્તા એક પીઢ ઉદ્યોગ સાહસિક છે અને ફાયનાન્સિયલ ઓપરેશનમાં 20 વર્ષનો અનુભવ ધરાવે છે. સ્ટ્રેટેજિક બિઝનેસ પાર્ટનરશિપ, કોર્પોરેટ ગવર્નન્સ, અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીનો વિશાળ અનુભવ છે. યુએસ જીએએપી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, મર્જર અને એક્વિઝિશન્સમાં તેમની કૂશળતા છે અને તેમણે મોટી મોટી નોંધપાત્ર વ્યૂહરચનાઓ વિકસાવી છે.કમલ મત્તાએ અમેરિકા, ભારત અને યુરોપમાં મોટી મોટી ટીમનું નેતૃત્વ કર્યું છે અને તેઓ આંતરરાષ્ટ્રીય ફંડિંગ સાથેના સ્ટાર્ટ અપ્સને સપોર્ટ કરનારા નોંધપાત્ર એન્જલ ઇન્વેસ્ટર છે.
સોન્જોય ચેટર્જી (ગોલ્ડમેન સાક્સ સિક્યુરિટીઝ પ્રા. લિ.)
સોન્જોય ચેટર્જી તેમનો વૈશ્વિક અનુભવ ભારતીય બજારમાં લાવ્યા. તેમની રણનીતિક આંતરદ્રષ્ટી અને ઉદ્યોગોનું ઊંડુ જ્ઞાન હોવાથી તેઓ સ્ટાર્ટ અપ્સ અને રોકાણકારો બંનેના પસંદગીપાત્ર સલાહકાર બની ગયા છે.સોન્જોય પાસે જટિલમાં જટિલ સૌદાને ઉકેલવી ક્ષમતા અને એથિકલ બિઝનેસ પ્રેક્ટીસ પ્રતિ તેમની પ્રતિબદ્ધતાના કારણે તેઓ વિશ્વસનીય લીડરના રૂપમાં પ્રતિષ્ઠા પામ્યા છે.
કંવલજીત સિંઘ (હેલિયન વેન્ચર પાર્ટનર્સના મેનેજિંગ ડિરેક્ટર)
કંવલજીત સિંઘ ભારતની ટેકનોલોજી ક્રાંતિનું ચાલકબળ બની ગયા છે. અસાધારણ ઉદ્યમીઓને સપોર્ટ કરવાની તેમની ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી છે અને તેમણે સંખ્યાબંધ સફળ ઉદ્યોગ સાહસો ઊભા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ભારતીયોની ઇનોવેશનની ક્ષમતામાં કમલજિતસિંઘનો અતૂટ વિશ્વાસ અને આશાસ્પદ તકોને ઓળખવાની તેમની ક્ષમતાએ તેમને ઉદ્યોગમાં સન્માનિત વ્યક્તિ બનાવી દીધા છે.
વાણી કોલા (કાલારી કેપિટલમાં મેનેજિંગ ડિરેક્ટર)
ભારતીય વેન્ચર કેપિટલ ક્ષેત્રમાં વાણી કોલા મોખરે છે. ભારતીય ઉદ્યોગ સાહસિકોની ક્ષમતામાં તેમનો અતૂટ વિશ્વાસે તેમને દેશમાં સૌથી પ્રતિષ્ઠિત સ્ટાર્ટ અપમાં રોકાણ કરવા માટે પ્રેર્યા છે.વાણીની સલાહ અને સપોર્ટે સંખ્યાબંધ સ્થાપકોના સપનાં સાકાર કરવામાં મદદ મળી અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં તેમનું યોગદાન મૂલ્યવાન છે.
સટીન સાળુંકે (બ્લેકહેટ સિન્ડીકસ સિંગાપોરના ચેરમેન)
સચિન સાળુંકે વૈશ્વિક સ્તરની વેન્ચર કેપિટલ કંપની બ્લેકહેટ સિન્ડિકસના અધ્યક્ષ છે. તેમના નેતૃત્ત્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારના લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે. વ્યૂહાત્મક રોકાણો પર નજર રાખવા અને ઇનોવેશન પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે કેટલાય સફળ ઉદ્યોગ સાહસોના તેઓ પ્રેરક શક્તિ બન્યા છે. તેમને ફોર્બ્સ મેગેઝીનની સાથે સાથે હેલો એન્ટરપ્રિન્યોર્સ 40 અન્ડર 40માં પણ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જે ઉદ્યોગમાં તેમની અસર અને પ્રભાવનો પરિચય આપે છે. પોતાની ઇન્વેસ્ટમેન્ટ સંબંધિ સિદ્ધિઓ ઉપરાંતસચિને બિઝનેસ ઇન્સાઇટ, એ કોર્પોરેટ લેન્ડસ્કેપ, પુસ્તકમાં સહલેખન પણ કર્યું છે. જેના વિવેચકોએ વખાણ કર્યા છે. તેમની પ્રશંસામાં પ્રતિષ્ઠિત પ્રોમિસિંગ ઇન્વેસ્ટર ઓફ ધ યર 2024ના પુરસ્કારનો સમાવેશ થાય છે.
વ્રજેશ કે. શાહ (પૂણે ઇ-સ્ટોક બ્રોકિંગના સહ સ્થાપક)
હાલ પૂનામાં રહેતા મૂળ ગુજરાતી અને વડનગરના વતની અને વીસાનાગર વણિક સમાજમાંથી આવતા વૃજેશ કૃષ્ણલાલ શાહ ઇક્વિટી માર્કેટમાં 35 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના નેતૃત્વમાં પૂણે ઇ-સ્ટોક બ્રોકિંગ (પીએસઇબી) હાઇ નેટવર્થ રોકાણકારો (એચએનઆઇ)માં સૌથી વિશ્વસનીય કંપની બની છે. વૃજેશ શાહ ઇક્વિટી માર્કેટના બાદશાહ ગણાય છે અને રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓપ્શન ટ્રેડિંગ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, અને નવા ફાયનાન્સિયલ પ્રોડક્ટ વિકસાવવામાં તેઓ નિષ્ણાત છે. તેમના ક્લાયન્ટ લક્ષી વિઝન અને નવતર અભિગમના કારણે પીએસઇબી ટૂંકા સમયમાં ઝડપી વૃદ્ધિ પામી છે અને નવા કીર્તિમાન સ્થાપ્યા છે.
અવિનાશ બજાજ (ઝેડ47 એફકેએના મેનેજિંગ ડિરેક્ટર)
અવિનાશ બજાજ ભારતીય ઇનોવેશનના એકધારા સમર્થક રહ્યા છે. શરૂઆતના તબક્કામાં સ્ટાર્ટ અપની ઓળખ કરવામાં અને તેનો વિકાસ કરવામાં તેમની ક્ષમતાએ દેશની સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ નિભાવી છે. ઉદ્યોગ સાહસિકતા પ્રત્યે લગાવ અને ઝૂનૂન અને પ્રતિબદ્ધતાના કારણે તેમને ઉદ્યોગમાં એક સન્માનજનક સ્થાન મળ્યું છે.
અપૂર્વ સહીજવાની (એવેન્ડસ વેલ્થ મેનેજમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર)
અપૂર્વ સહીજવાની ભારતીય વેલ્થ મેનેજમેન્ટ ઉદ્યોગના મહત્ત્વના ચાલક બળમાંના એક છે. ફાયનાન્સિયલ પ્લાનિંગ અને તેમના હાઇ નેટવર્થ ક્લાયન્ટ્સની ઉત્તમ સર્વિસ આપવાની તેમની ક્ષમતાના કારણે વિશ્વસનીય એડવાઇઝર તરીકે ઉદ્યોગમાં તેમનું સ્થાન છે. અપૂર્વની નેતૃત્ત્વમાં એવેન્ડસ વેલ્થ મેનેજમેન્ટનું ઉદ્યોગમાં સફળ કંપની તરીકે સ્થાન છે.
આ વ્યક્તિઓએ બીજા કેટલાક લોકોની સાથે સાથે સામુહિક રૂપમાં ભારતના સ્ટાર્ટ અપ્સની ઇકો સિસ્ટમના નોંધપાત્ર વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ઉદ્યોગ સાહસિકો માટે તેમની દીર્ઘ દ્રષ્ટિ, ઇનોવેશનને મજબૂત સપોર્ટ આપીને એક ફળદ્રુપ જમીન તૈયાર કરી છે. જેમ જેમ ભારત એક વૈશ્વિક ટેકનોલોજી મહાશક્તિના રૂપમાં ઊભરી રહ્યું છે તેમ તેમ આ અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ્સના યોગદાનને નિશંકપણે આગામી પેઢીઓ દ્વારા યાદ રાખવામાં આવશે.








