મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

India VIX કેવી રીતે કરે છે કામ? સમજો વોલેટિલિટીનો ખેલ, નહીં ડરાવે ઘટતું માર્કેટ!

ઇન્ડિયા VIX એ ભારતનું પ્રથમ વોલેટિલિટી ઇન્ડેક્સ છે, જે ટૂંકા ગાળામાં બજારના સેન્ટિમેન્ટ્સને દર્શાવે

India VIX કેવી રીતે કરે છે કામ? સમજો વોલેટિલિટીનો ખેલ, નહીં ડરાવે ઘટતું માર્કેટ!

ઇન્ડિયા VIX એ ભારતનું પ્રથમ વોલેટિલિટી ઇન્ડેક્સ છે, જે ટૂંકા ગાળામાં બજારના સેન્ટિમેન્ટ્સને દર્શાવે છે. સોમવાર, 7 એપ્રિલ 2025ના રોજ બજારમાં આવેલા મોટા ઘટાડા દરમિયાન આ ઇન્ડેક્સ 60 ટકાથી વધુ વધ્યો હતો. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઇન્ડિયા VIXમાં 4 જૂન 2024 પછી સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.

જો કોઈ રોકાણકાર બજારની અસ્થિરતા (વોલેટિલિટી)ને સારી રીતે સમજી લે અને તે મુજબ પોતાના રોકાણની દિશા નક્કી કરે, તો ઘટતું બજાર તેને ક્યારેય ડરાવશે નહીં. વોલેટિલિટીને ટ્રેક કરતું ઇન્ડેક્સ ઇન્ડિયા VIX તમને આ અસ્થિરતા (વોલેટિલિટી)ની રમત સમજવામાં મદદ કરી શકે છે. 

India Vix કેવી રીતે કામ કરે છે?

India Vix નિફ્ટી 50 ઇન્ડેક્સના ઓપ્શન કોન્ટ્રાક્ટના આધારે ભવિષ્યમાં આવનારી અસ્થિરતા વિશે બજારની અપેક્ષાઓને માપે છે. આ સામાન્ય રીતે બજારમાં અસ્થિરતામાં વધારો થવાનો સંકેત આપે છે અને દર્શાવે છે કે રોકાણકારો નજીકના ભવિષ્યમાં વધુ અનિશ્ચિતતા કે જોખમની અપેક્ષા રાખી રહ્યા છે. India Vix ની ગણતરી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા નિફ્ટી 50 ઓપ્શન્સની ઓર્ડર બુકના આધારે કરવામાં આવે છે. NSEના F&O સેગમેન્ટ પર ટ્રેડ થતા ટૂંકા ગાળાના અને આગામી મહિનાના NIFTY ઓપ્શન કોન્ટ્રાક્ટ્સના શ્રેષ્ઠ બિડ-આસ્ક કોટ્સનો ઉપયોગ ઇન્ડિયા VIXની ગણતરી માટે થાય છે.

India VIX રોકાણકારોને કેવી રીતે મદદ કરે છે?

વોલેટિલિટી એટલે સિક્યોરિટીઝ અને નાણાકીય સાધનોમાં આવતો ઉતાર-ચઢાવ છે. જ્યારે બજાર ખૂબ અસ્થિર હોય છે, ત્યારે બજાર ઝડપથી ઉપર કે નીચે જાય છે અને આ દરમિયાન અસ્થિરતા સૂચકાંકમાં વધારો થાય છે. જ્યારે બજાર ઓછું અસ્થિર થાય છે, ત્યારે અસ્થિરતા સૂચકાંકમાં ઘટાડો થાય છે. અસ્થિરતા સૂચકાંકને ક્યારેક "ભયનું માપ" પણ કહેવામાં આવે છે, કારણ કે જેમ જેમ અસ્થિરતા સૂચકાંક વધે છે, તેમ તેમ રોકાણકારોને બજારની દિશા વિશે સાવચેત રહેવું પડે છે. રોકાણકારો બજારની અસ્થિરતાનો અંદાજ લગાવવા અને પોતાના રોકાણના નિર્ણયો લેવા માટે અસ્થિરતા સૂચકાંકનો ઉપયોગ કરી શકે છે.

શું India VIXમાં ટ્રેડિંગ કરી શકાય છે?

હા, India VIXમાં ટ્રેડિંગ કરી શકાય છે. India VIXને સીધું ટ્રેક કરતું કોઈ ETF નથી, પરંતુ તમે વોલેટિલિટી આધારિત ETFમાં રોકાણ કરી શકો છો, જે ભારતીય બજારની અપેક્ષિત અસ્થિરતા સામે એક્સપોઝર આપે છે, જેમ કે 2x લોંગ VIX ફ્યુચર્સ ETF (UVIX) અથવા India VIX ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરી શકાય છે. એટલે કે, સામાન્ય રીતે India VIXમાં માત્ર ફ્યુચર ટ્રેડ લઈ શકાય છે.

આ સમાચાર શેર કરો