મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

ભારતમાં એચએમપીવી કેસ સામે આવ્યા બાદ હોસ્પિટલ શેરોમાં લેવાલી નીકળી

સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ મળી આવવાન

ભારતમાં એચએમપીવી કેસ સામે આવ્યા બાદ હોસ્પિટલ શેરોમાં લેવાલી નીકળી

સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ મળી આવવાને કારણે નિફ્ટી ઇન્ડેક્સ આજે 23700ની નીચી સપાટીએ પહોંચી ગયો છે. વેલ, આ ઘટતા વાતાવરણમાં હોસ્પિટલ સેક્ટરને લગતા શેરો રોકાણકારોના રડાર પર આવી ગયા છે.

હોસ્પિટલ શેરોમાં તેજી

સોમવારના સત્રમાં, બેંગ્લોર સ્થિત હોસ્પિટલ કંપની નારાયણ હૃદયાલયનો શેર 3.4 ટકા વધીને રૂ. 1355 પર પહોંચ્યો હતો, જ્યારે બીજી તરફ રેનબો ચિલ્ડ્રન્સ મેડિકેરનો શેર 4 ટકા વધીને ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

આ સિવાય એપોલો હોસ્પિટલ્સ, એસ્ટર ડીએમ હેલ્થકેર અને કેઆઇએમએસ (ક્રિષ્ના ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) જેવા શેરમાં આજે 2 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: શેરબજારની હલચલ/ સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, આ કંપનીના શેરમાં કડાકો

ઇન્ડિયા વોલેટાલિટી ઇન્ડેક્સમાં તેજી

એચએમપીવી  વાયરસે શેરબજારમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે, પરિણામે ભારતનો વોલેટિલિટી ઇન્ડેક્સ ઇન્ડિયા વીઆઇએક્સ  આજે 13 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. આજના સેશનમાં મિડ અને સ્મોલ કેપ શેર સહિત અનેક સેક્ટરમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. પરિણામે આજે સેન્સેક્સ ઇન્ડેક્સ 1200 પોઈન્ટ્સથી વધુ ઘટીને 779060 ના સ્તરે પહોંચી ગયો છે જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 23600 ની નીચી સપાટીએ પહોંચી ગયો છે. ધ્યાનમાં રાખો કે આ તમામ આંકડા સમાચાર લખાય છે ત્યાં સુધીના છે.

એચએમપીવી વાયરસ સંબંધિત અપડેટ

તમને જણાવી દઈએ કે ભારત સરકારે પુષ્ટિ કરી છે કે દેશમાં એચએમપીવી  વાયરસના 2 નવા કેસ મળી આવ્યા છે. જેઓ કર્ણાટક અને ગુજરાતના છે. ભારતનો સૌથી પહેલો કેસ બેગલુરુમાં નોંધાયો છે. બેગલુરુમાં આઠ મહીનાના બાળકમાં આ વાયરસ જોવા મળ્યો છે. આ બાળકના પરિવારની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને બાળક હાલમાં બેંગ્લોરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિશ્વભરમાં  એચએમપીવી  વાયરસના સૌથી વધુ કેસ ચીનમાં નોંધાયા છે.

આ સમાચાર શેર કરો