સોનામાં રૂ.8500 અને ચાંદીમાં રૂ.24,000ની ભયાનક ઉથલ-પાથલ, રોકાણકારોમાં હલચલ
Today Gold And Silver Price : ભારતીય કોમોડિટી બજાર (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્

Today Gold And Silver Price : ભારતીય કોમોડિટી બજાર (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ વોલેટિલિટી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી રેકોર્ડ બ્રેક તેજી બાદ બજારમાં મોટા પાયે 'પ્રોફિટ બુકિંગ' અને માગમાં ઘટાડો જોવા મળતા ભાવમાં ભારે ઉતાર-ચઢાવ નોંધાયો હતો.
ચાંદીમાં ભાવમાં રૂ.24,000ની ઉથલ-પાથલ
એક દિવસમાં રૂ. 24,705ની વધઘટ : આજે રાત્રે 11:00 વાગ્યા સુધીના ડેટા અનુસાર, ચાંદીનો ભાવ રૂ. 2,69,462 પર ટ્રેડ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.
- ઓપનિંગ ભાવ: રૂ. 2,78,015.00
- અગાઉનું બંધ: રૂ. 2,68,015.00
- દિવસની હાઈ સપાટી: રૂ. 2,91,390.00
- દિવસની લો સપાટી: રૂ. 2,66,685.00 દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં કુલ રૂ. 24,705ની ઉપર-નીચેની હલચલ જોવા મળી હતી, જેના કારણે ટ્રેડર્સ અને રોકાણકારોમાં દોડધામ મચી ગઈ હતી.
સોનાના ભાવમાં રૂ.8500ની ઉથલ-પાથલ
- રૂ. 8,504ની ઉથલપાથલ : સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ગાબડું જોવા મળ્યું છે. રાત્રે 11:00 વાગ્યા સુધીમાં સોનું રૂ. 1,53,650 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સોનાના આજના આંકડા નીચે મુજબ છે.
- ઓપનિંગ ભાવ: રૂ. 1,58,420.00
- અગાઉનું બંધ: રૂ. 1,53,809.00
- દિવસની હાઈ સપાટી: રૂ. 1,60,755.00
- દિવસની લો સપાટી: રૂ. 1,52,251.00 સોનામાં દિવસ દરમિયાન કુલ રૂ. 8,504ની વધઘટ નોંધાઈ હતી.
ભાવમાં ઉથલ-પાથલના કારણો
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ઘટાડા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે. (1) સોના અને ચાંદીની કિંમતો હાલમાં જ ઓલ-ટાઈમ હાઈ પર પહોંચી હતી. આ ઊંચા ભાવનો લાભ લેવા માટે રોકાણકારોએ મોટા પાયે વેચવાલી કરીને પોતાનો નફો વસૂલવાનું શરૂ કર્યું છે. (2) ભાવ આસમાને પહોંચતા સામાન્ય ગ્રાહકોમાં ફિઝિકલ ગોલ્ડ અને સિલ્વરની માગ નબળી પડી છે. આ ઉપરાંત, ચાંદીના ઔદ્યોગિક વપરાશને લઈને પણ વૈશ્વિક સ્તરે ચિંતાઓ ઉભી થતા કિંમતો પર દબાણ આવ્યું છે.








