શેરબજારની શાનદાર ક્લોઝિંગ, મેટલ શેરોમાં જોવા મળી દમદાર તેજી
ભારતીય શેરબજારે આજે ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શ્યા બાદ ઉપલા સ્તરથી થોડો નીચે બંધ રહ્યો હતો. આ

ભારતીય શેરબજારે આજે ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શ્યા બાદ ઉપલા સ્તરથી થોડો નીચે બંધ રહ્યો હતો. આજે શેરબજારના બંધમાં BSE સેન્સેક્સ માત્ર 14.57 પોઈન્ટ ઘટીને 84,914.04 ના સ્તરે અને NSE નિફ્ટી 1.35 પોઈન્ટ વધીને 25,940.40 ના સ્તરે બંધ રહ્યો હતો. આજે સવારે સેન્સેક્સ 84861 ના સ્તર પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 25921 ના સ્તરે ખુલ્યો. મંગળવારે ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ અને ટેક મહિન્દ્રાએ બજારને ઉપર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ અને ઇન્ડસઇન્ડ બેન્ક સફળ થયા ન હતા.
બપોરે 3 વાગ્યે ભારતીય શેરબજારે ઐતિહાસિક રેકોર્ડ બનાવતા નિફ્ટીએ પ્રથમ વખત 26,000ને પાર નીકળી ગયો હતો. નિફ્ટીએ 37 ટ્રેડિંગ સેશનમાં આ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે અને આ સમયગાળા દરમિયાન તે 25,000થી 26,000 સુધી પહોંચી ગયો છે. નિફ્ટીએ 26,011.55ની વિક્રમી સપાટી હાંસલ કરી છે.
ભારતીય શેરબજારમાં આજે સક્રિયતા જોવા મળી હતી. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન, આજે પ્રથમ વખત બીએસઇ, એનએસઇ સેન્સેક્સ અને નિફ્ટી-50 ના બેન્ચમાર્ક સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. જ્યારે સેન્સેક્સે 85 હજારની સપાટી વટાવીને 85,163.23ની ઊંચી સપાટીએ સ્પર્શ કર્યો હતો. જ્યારે નિફ્ટી-50એ 26 હજારની મહત્ત્વની સપાટી વટાવીને હતી.
મેટલમાં સૌથી વધુ ખરીદી પીએસયુ બેન્કમાં ઘટાડો
આજે નિફ્ટી મેટલમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી, જ્યારે PSU બેન્કમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મેટલ લગભગ 3 ટકાના ઉછાળા સાથે 9,735 ના સ્તર પર બંધ થયો, જ્યારે નિફ્ટી એનર્જી 0.78 ટકાના વધારા સાથે 43,708ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી આઇટી 0.61 ટકાના ઉછાળા સાથે 42,244 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ઓટો 0.43 ટકાના વધારાની સાથે 26,920 ના સ્તર પર બંધ થયા છે.
આ સિવાય બેન્ક નિફ્ટી 0.25 ટકા ઘટીને 53,969ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પ્રાઈવેટ બેન્ક 0.28 ટકા ઘટીને 27,046ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી એફએમસીજી 0.77 ટકા ઘટીને 65,797 પર બંધ થયો, જ્યારે પીએસયુ બેન્ક 0.86ટકા ઘટીને 6,795 પર બંધ થયો.
આજના ટોપ ગેઇનર્સ
આજે, ટાટા સ્ટીલમાં મહત્તમ 4.25 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જે રૂ. 160.53 પર બંધ રહ્યો હતો, જ્યારે પાવર ગ્રીડ 2.61 ટકા ઉછળીને રૂ. 350.05 ના સ્તરે બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 1.87 ટકાના વધારા સાથે 1,637 ના સ્તર પર બંધ થયો. એચસીએલ ટેક 1.31 ટકાના ઉછાળા સાથે 1,776 ના સ્તરે અને મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા 0.81 ટકાના વધારા સાથે 3,074 ના સ્તરે બંધ થયા.
આજના ટોપ લૂઝર્સ
એચયુએલના શેરમાં સૌથી મોટો ઘટાડો ટ્રેડિંગના બીજા દિવસે નોંધાયો હતો, જે 2.58 ટકા નબળો પડીને 2,951ના સ્તરે બંધ થયો હતો. આ પછી અલ્ટ્રાટેક સેમના શેર 1.68 ટકા ઘટ્યા અને 11,762 ના સ્તરે બંધ થયા. ઇન્ડસઇન્ડ બેન્કનો શેર 1.15 ટકા ઘટીને રૂ. 1,448ના સ્તરે બંધ થયો હતો. આ સિવાય નેસ્લે ઈન્ડિયાના શેર 1.06 ટકાના ઘટાડા સાથે 2,696 ના સ્તર પર બંધ થયા છે.








